સરકારી વકીલ મુકેશ પીપળીયાએ જામીનનો ઉગ્ર વિરોધ કરી આરોપી નાસી જશે, કેસમાં વિલંબ થશે તેવી દલીલ માન્ય
Rajkot,તા.27
વિછીયા પંથકમાં 16 વરસ અને નવ માસની સગીરાને લગ્નની લાલચ આપી અને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલ વાલે રહેલા અરવિંદ વાલાણી ની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
વધુ વિગત મુજબ વિછીયા પંથકની વર્ષ 16 વર્ષ 9 માસ વાળી સગીરાને લાખાવાડ ગામનો અરવિંદ રણછોડભાઈ વાલાણી પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મની ફરિયાદ વિછીયા પોલીસ મથકમાં ગત તારીખ 5-8-2026 ના રોજ પીડીતાના વાલી એ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અરવિંદ વાલાણીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. બાદ અરવિંદ વાલાનીએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી રાજકોટની અદાલતમાં ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ હાજર રહે અને જામીન અરજી નો વિરોધ કરતા દલીલ કરી હતી. કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને ભોગબનનાર સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ તેણીને લઈ જઈ દુષ્કર્મ આચરેલ હોય આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહી તેમજ જો તેને જામીન આપવામાં આવશે તો તે નાસી ભાગી જશે અને મુદ્દતે કોર્ટમાં હાજર રહેશે નહીં અને કેસ ચાલવામાં વિલંબ થશે તેથી પણ તેથી જામીન અરજી રદ કરવા કાયદાકીય જોગવાઈ પ્રમાણે તર્ક બંધ માંગ કરી હતી.જે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ આઈ બી પઠાણએ આરોપી અરવિંદ રણછોડભાઈ વાલાણી ની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલા હતા

