ટેસ્ટ ખેલાડી માટે ટી૨૦ ક્રિકેટમાં અનુકૂળ થવું પ્રમાણમાં સરળ હોઈ શકે છે, પરંતુ ટી૨૦ ખેલાડી માટે ટેસ્ટ
Indore, તા.૨૮
ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર જવાગલ શ્રીનાથે જણાવ્યું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ((IPL)નું ટી૨૦ ફોર્મેટ મહત્વપૂર્ણ છે, પરંતુ રમતમાં ઊંડાણ લાવવા માટે લાંબા ફોર્મેટની ટેસ્ટ ક્રિકેટ આવશ્યક છે. બુધવારે રાત્રે ઇન્દોરમાં મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના વાર્ષિક એવોર્ડ સમારોહમાં હાજરી આપ્યા બાદ શ્રીનાથ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “ૈંઁન્ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમે રમતમાં ઊંડાણ ઇચ્છતા હો તો તે પાંચ દિવસીય ક્રિકેટમાં છે. એટલા માટે ટેસ્ટ ક્રિકેટને તમામ ફોર્મેટની માતા કહેવામાં આવે છે.”શ્રીનાથે ઉમેર્યું કે ટેસ્ટ ખેલાડી માટે ટી૨૦ ક્રિકેટમાં અનુકૂળ થવું પ્રમાણમાં સરળ હોઈ શકે છે, પરંતુ ટી૨૦ ખેલાડી માટે ટેસ્ટ ફોર્મેટમાં પ્રવેશવું એટલું સરળ નથી. તેમણે યુવા ખેલાડીઓને ટી૨૦ રમવાની સાથે ટેસ્ટ ક્રિકેટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. હાલમાં આઇસીસી મેચ રેફરી તરીકે સેવા આપી રહેલા શ્રીનાથે જણાવ્યું હતું કે યુવા ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન આપવું એ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન, માતાપિતા અને કોચની જવાબદારી છે.આ એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને એસોસિયેશનના પ્રમુખ મહાઆર્યમન સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમારોહમાં મધ્ય પ્રદેશના ખેલાડીઓ, ટીમો અને ક્રિકેટ ક્ષેત્રના અગ્રણીઓને પ્રોત્સાહક રકમ સાથે લગભગ ત્રણ કરોડ રૂપિયાના પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રશાંત મહેતાને ‘માધવરાવ સિંધિયા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ અને આનંદ પટેલને ‘સી ટી સરવટે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ પ્રદાન કરવામાં આવ્યો હતો.

