Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026

    બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah

    August 28, 2026

    Mehsana માં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે મનપાનાં ૮ માંથી ૭ ફોગિંગ મશીન ઠપ

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી
    • બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah
    • Mehsana માં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે મનપાનાં ૮ માંથી ૭ ફોગિંગ મશીન ઠપ
    • Ahmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો
    • Ahmedabad : જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાંથી ૭૪૦૦૦ની ચોરી
    • ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ‘આનકી હર્બલ’નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત
    • Ahmedabad : ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર શોધી ઠગે વેપારી સાથે ૬ લાખની ઠગાઈ આચરી
    • Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી
    મુખ્ય સમાચાર

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજનાથ સિંહે મહિલાઓના સન્માન અને સુરક્ષાનો મેસેજ આપ્યો બિહારના સીએમએ બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

    New Delhi, તા.૨૮

    રક્ષાબંધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને રાહુલ ગાંધીની ખાસ તસવીરો સામે આવી છે. પીએમ મોદીએ બાળકો પાસે રાખડી બંધાવી હતી, જ્યારે યોગી આદિત્યનાથે લખનઉના સ્નેહબંધન કાર્યક્રમમાં બાળકો સાથે તહેવાર ઉજવ્યો હતો. રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે તસવીર શેર કરી દેશવાસીઓને શુભકામના આપી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે મહિલાઓના સન્માન અને સુરક્ષાનો મેસેજ આપ્યો છે. બિહારના સીએમ સમ્રાટ ચૌધરીએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તહેવારના દિવસે નેતાઓનો આ પારિવારિક અને ભાવુક અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે.

    આખો દેશ આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છે. ભાઈ-બહેન એકબીજાને રાખડી બાંધે છે. આ દરમ્યાન દેશનો રાજકીય ગલિયારામાં પણ ભાઈ-બહેનના સંબંધની તસવીર આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધીના નેતાઓએ બાળકો સાથે આ ખાસ તહેવાર મનાવ્યો છે. બાળકોએ આ બંને નેતાઓના કાંડા પર રાખડી બાંધી અને તેમની પ્રેમાળ તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે એક તસવીર શેર કરી છે. બંને ભાઈ-બહેને તસવીર સાથે દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ આપી છે. એટલે કે તહેવારના દિવસે રાજકારણથી હટકે નેતાઓનો એક પારિવારિક અને ભાવુક અંદાજ જોવા મળ્યો છે.

    રક્ષાબંધન આમ તો ભાઈ અને બહેનનો પ્રેમ, વિશ્વાસ અને પોતાનાપણાનો તહેવાર છે. પણ જ્યારે દેશના મોટા રાજકીય ચહેરાઓ આ ખાસ અવસરને પોતાના અંદાજમાં મનાવે છે તો તેમની તસવીરો વધારે ચર્ચામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ ૭ લોક કલ્યાણા માર્ગ પર બાળકો સાથે રક્ષાબંધન ઉજવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં આયોજિત સ્નેહબંધન કાર્યક્રમમાં બાળકો પાસે રાખડી બંધાવી હતી. રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સાથે જૂની યાદો સાથે જોડાયેલી તસવીરો શેર કરી હતી. રક્ષામંત્રીએ દેશવાસીઓને શુભકામના આપી અને મહિલાના સન્માન, સુરક્ષા અને ગરિમાની જવાબદારીની વાત કહી હતી. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ પોતાની બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭ લોક કલ્યાણ માર્ગ પર બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ દરમ્યાન બાળકોએ તેમને રાખડી બાંધી હતી. પીએમ મોદીએ આ મુલાકાતની અમુક યાદગાર પળો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરોમાં બાળકો સાથે તેમનો સહજ અંદાજ દેખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ૭, લોક કલ્યાણ માર્ગ પર રક્ષાબંધન સમારંભની અમુક યાદગાર ક્ષણો, તેમણે આશા વ્યક્ત કરી કે, આ તહેવાર સ્નેહ અને સદ્ભાવના સંબંધોને વધારે મજબૂત કરશે અને તમામના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવશે. બાળકો સાથે પીએમ મોદીની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બાળકો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. લખનઉમાં આયોજિત ’સ્નેહબંધન’ કાર્યક્રમમાં બાળકોને મુખ્યમંત્રીને રાખડી બાંધી. આ દરમિયાન યોગી આદિત્યનાથે બાળકો સાથે મુલાકાત કરી અને તેમની સાથે સમય વિતાવ્યો. કાર્યક્રમની તસવીરોમાં તહેવારનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો. મુખ્યમંત્રીએ પણ સોશિયલ મીડિયા મારફતે આ ખાસ અવસરની ઝલક શેર કરી છે. રક્ષાબંધન નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ માત્ર ઔપચારિકતા પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. બાળકો અને મુખ્યમંત્રી વચ્ચેની વાતચીત તેમજ રાખડી બાંધવાના આ પળોએ તેને એક ભાવનાત્મક અવસર બનાવી દીધો.

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રક્ષાબંધનના અવસરે પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેની તસવીર શેર કરી છે. તસવીર સાથે તેમણે દેશવાસીઓને તહેવારની શુભેચ્છાઓ પાઠવી. રાહુલ ગાંધીએ લખ્યું કે સ્નેહના તાંતણાથી બંધાયેલો ભાઈ-બહેનનો આ અતૂટ સંબંધ પ્રેમ અને વિશ્વાસ સાથે વધુ મજબૂત બને. રાહુલ અને પ્રિયંકાની તસવીર સામે આવતા જ કોંગ્રેસ સમર્થકો અને સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે પણ આ પોસ્ટ ચર્ચાનો વિષય બની. બંને ભાઈ-બહેનની રાજકીય સક્રિયતા અલગ-અલગ મોરચાઓ પર જોવા મળે છે, પરંતુ રક્ષાબંધનના અવસરે તસવીરમાં બંનેનો પારિવારિક અંદાજ જોવા મળ્યો હતો.

    રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ રક્ષાબંધન પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ પર્વને ભાઈ-બહેનના અતૂટ સ્નેહ, પરસ્પર વિશ્વાસ અને ગાઢ સંબંધનું પ્રતિક ગણાવ્યું. રાજનાથ સિંહે જણાવ્યું કે આ તહેવાર આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મૂલ્યોને દર્શાવે છે. સાથે જ તેમણે તેને મહિલાઓના સન્માન, સુરક્ષા અને ગૌરવ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા સાથે જોડ્યો. આ રીતે રક્ષાબંધનના અવસરે તેમના સંદેશમાં માત્ર શુભેચ્છા જ નહોતી, પરંતુ સમાજની જવાબદારીનો સંદેશ પણ જોવા મળ્યો. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ પોતાની બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તેમની બહેનોએ મુખ્યમંત્રીના કાંડા પર રાખડી બાંધી અને તેમને પોતાનો પ્રેમ તથા આશીર્વાદ આપ્યા હતા. સમ્રાટ ચૌધરીએ આની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે બિહારના લોકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવતાં તમામ બહેનો અને પરિવારોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશહાલીની કામના કરી. આ રીતે દેશના અલગ-અલગ ભાગોમાંથી આવેલી તસવીરોમાં રક્ષાબંધનના વિવિધ રંગો જોવા મળ્યા. ક્યાંક બાળકોની નિર્દોષતા હતી, ક્યાંક ભાઈ-બહેનનો વર્ષો જૂનો સંબંધ અને ક્યાંક મહિલાઓના સન્માનનો સંદેશ. રાજકીય ચહેરાઓ વચ્ચે તહેવારનો આ માનવીય પાસો જ સૌથી વધુ જોવા મળ્યો.

    PM Modi-CM Yogi Rajnath Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article29 ઓગસ્ટનું પંચાંગ
    Next Article મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026
    ગુજરાત

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026
    રાષ્ટ્રીય

    તુ-તુ-મૈં-મૈં બાદ Kangana Ranaut બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ

    August 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026
    રાષ્ટ્રીય

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસે Omar Abdullah ની સરકારમાં જોડાવાની નેશનલ કોન્ફરન્સની ઓફરને નકારી દીધી

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹158,340
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,150
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 22:07
    Categories
    Latest News

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026

    બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah

    August 28, 2026

    Mehsana માં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે મનપાનાં ૮ માંથી ૭ ફોગિંગ મશીન ઠપ

    August 28, 2026

    Ahmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો

    August 28, 2026

    Ahmedabad : જજીસ બંગલો રોડ પર પાન પાર્લરમાંથી ૭૪૦૦૦ની ચોરી

    August 28, 2026

    ત્રાગડમાં સરપ્રાઇઝ ચેકિંગમાં ‘આનકી હર્બલ’નો ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 28, 2026
    Search
    Main News

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    August 28, 2026

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar ના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

    August 28, 2026

    બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah

    August 28, 2026

    Mehsana માં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે મનપાનાં ૮ માંથી ૭ ફોગિંગ મશીન ઠપ

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.