Sydney, તા. 2
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શ અને ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડને આ મહિને ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સામે રમાનારી વનડે સીરીઝ માટે 17 સભ્યોની ટીમમાં સામેલ કર્યા છે.
જોકે ટોચનાં ક્રમનાં બેટ્સમેન માર્નસ લાબુશેનને બહાર કરી દેવામાં આવ્યાં છે. ઝિમ્બાબ્વેમાં ત્રણ મેચોની સીરીઝમાં માર્શનું કપ્તાની કરવું નક્કી છે, જેમના પછી નિયમિત વનડે અને ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ કમાન સંભાળશે.
ટીમ : મિચેલ માર્શ, પેટ કમિન્સ (આફ્રિકા માટે), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, જોએલ ડેવિસ, નાથન એલિસ, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, ઓલિવર પીક, મેથ્યુ રેનશો, બિલી સ્ટેનલેક, મિચેલ સ્ટાર્ક (આફ્રિકા માટે), એડમ ઝાંપા.

