Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા
    • Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    • Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ
    • Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    • Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ
    • Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
    • Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર
    • Morbiના આંદરણા ગામેથી ૬૦ હજારની કિમતનું બાઈક ચોરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ગુજરાતમાં વરસાદની અછત વચ્ચે ઘાસચારાની કારમી તંગી, અબોલ પશુધન સામે ગંભીર સંકટની ભીતિ
    રાજકોટ

    Rajkot: ગુજરાતમાં વરસાદની અછત વચ્ચે ઘાસચારાની કારમી તંગી, અબોલ પશુધન સામે ગંભીર સંકટની ભીતિ

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વરસાદ ખેંચાતા પશુધન માટે ઘાસચારાની ગંભીર અછત, ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો અને જીવદયાપ્રેમીઓની સરકાર સમક્ષ તાત્કાલિક વ્યવસ્થાની માંગ

    Rajkot તા.૧૦ઃ

    ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછતની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૌશાળા, પાંજરાપોળ અને પશુપાલકો માટે પશુઓને પૂરતો સૂકો ઘાસચારો અને પાલો ઉપલબ્ધ કરાવવો મુશ્કેલ બની રહ્યો છે. ઘાસચારાની અછત સાથે તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાના કારણે પશુઓની સેવા કરતી સંસ્થાઓ પર આર્થિક ભાર સતત વધી રહ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તેમજ જીવદયાપ્રેમીઓ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી.

    સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા વિસ્તારોમાંથી રાજકોટ સહિતના વિસ્તારોમાં સૂકો ઘાસ અને પાલો પહોંચે છે. જોકે હાલની પરિસ્થિતિમાં આ વિસ્તારોમાં પણ ઘાસની ઉપલબ્ધતા ઘટી રહી છે. કચ્છમાંથી રાજકોટ તરફ આવતો સૂકો ઘાસ તથા પોરબંદર તરફથી આવતો પાલો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ છે. દ્વારકા અને જામખંભાળિયા વિસ્તારમાં પણ પાલાની અછત જોવા મળી રહી છે. પરિણામે રાજકોટની ગૌશાળાઓ અને પાંજરાપોળોને જરૂરી જથ્થામાં ઘાસચારો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રિત મૂંગા પશુઓ માટે ઘાસચારો સૌથી મૂળભૂત જરૂરિયાત છે. વરસાદ ખેંચાતા સ્થાનિક સ્તરે ઘાસનું ઉત્પાદન ઓછું થયું છે અને બહારથી ઘાસ મંગાવવાની ફરજ પડી રહી છે. બીજી તરફ પરિવહન ખર્ચ અને વધતા બજારભાવના કારણે સંસ્થાઓ માટે દરરોજ મોટી માત્રામાં ઘાસચારો ખરીદવો મુશ્કેલ બની રહ્યો છે. ગૌશાળાઓ સંચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સૂકા ઘાસચારાના ભાવમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે, જેના કારણે પશુઓની નિભાવ વ્યવસ્થા વધુ પડકારજનક બની છે.

    હાલમાં સૂકા ઘાસચારાના ભાવમાં થયેલા વધારાને કારણે ગૌશાળા અને પાંજરાપોળોની મુશ્કેલી વધી છે. એક તરફ ઘાસની ઉપલબ્ધતા ઘટી રહી છે અને બીજી તરફ ઊંચા ભાવે પણ પૂરતી માત્રામાં યોગ્ય ગુણવત્તાનો ઘાસચારો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં ગૌશાળાઓ માટે પશુઓની દૈનિક જરૂરિયાત પૂરી કરવી સતત આર્થિક પડકાર બની રહી છે.

    ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો તથા જીવદયાપ્રેમીઓ દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે રિઝર્વ ફોરેસ્ટમાં ઉપલબ્ધ સૂકા ઘાસચારાનો તાત્કાલિક ધોરણે સદુપયોગ કરી જરૂરિયાતમંદ ગૌશાળાઓ અને પાંજરાપોળોને ફાળવવામાં આવે. જો સરકારી તંત્ર પાસે ઉપલબ્ધ સૂકા ઘાસનો જથ્થો સમયસર જરૂરિયાતમંદ સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવે તો વર્તમાન ઘાસચારાની અછત દરમિયાન મોટી રાહત મળી શકે છે.આવો, સાથે મળીને સંકલ્પ કરીએ  પશુ બચાવીએ, પાણી બચાવીએ, ઘાસ બચાવીએ, ગૌચર બચાવીએ અને ગામ બચાવીએ.વિશેષ માહિતી માટે મો. ૯૭૧૪૯ ૯૫૯૫૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસ્ટર્લિંગ હોસ્પિટલ્સ, Rajkotમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી ઇમરજન્સી અને ટ્રોમા કેર સુવિધા
    Next Article Rajkot: લોધીકાના હરીપરપાળ ગામે પત્ની સાથેના ઝઘડાના મન દુઃખમા યુવકનો આપઘાત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: સીલ સરહદો વચ્ચે સૌરાષ્ટ્ર સુધી દારૂનુ નેટવર્ક સક્રિય, લીંબડી નજીક LCBનો સપાટો રૂ. ૧ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

    September 10, 2026
    રાજકોટ

    Rajkot: વાંકાનેરના વસુંધરા ગામે જૂની અદાવતમાં સશસ્ત્ર ધીંગાણું :યુવક લોથ ધળી

    September 10, 2026
    રાજકોટ

    Rajkotમાં ૨.૪૪ લાખના ચેક રિટર્ન કેસમાં વેપારીને ૨ વર્ષની કેદ

    September 10, 2026
    રાજકોટ

    Rajkotમાં મિત્રને રૂ.૨ લાખનો ધુમ્બો મારનારને યુવકને એક વર્ષની જેલ

    September 10, 2026
    રાજકોટ

    Rajkot પોલીસ કમિશનરે બુટલેગર મુન્નોને પાસા હેઠળ અમદાવાદ જેલ ભેગો

    September 10, 2026
    રાજકોટ

    Rajkot: લોધીકાના હરીપરપાળ ગામે પત્ની સાથેના ઝઘડાના મન દુઃખમા યુવકનો આપઘાત

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,720
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,990
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 23:47
    Categories
    Latest News

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026

    Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ

    September 10, 2026

    Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃઅનેક પંથકમાં વરસાદી ઝાપટાં હરીપરથી વંડા અને વીજપડીથી વાંકુનીધાર સુધી વરસાદી માહોલ

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.