Rajkot તા.૧૦ઃ
કાલાવડ રોડ પર હરીપર ગામે નશાની હાલતમાં યુવકે પત્ની સાથે ઝઘડો થતાં ગળેફાંસો ખાય લેતા તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા જ તબીબે આધેડને મૃત જાહેર કર્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ કાલાવા રોડ પર હરીપર પાળ ગામે રહેતા પોપટભાઈ સોમાભાઈ પરમાર ઉંમર વર્ષ ૪૩ વર્ષીય આધેડ ગઈકાલ સાંજે ૮૦૦ વાગે આસપાસ પોતાના ઘરે નશો કરેલી હાલતમાં ઘરે આવતા પત્ની સાથે ઝઘડો થયો હતો જેથી મનમાં લાગી આવતા આધેડે ગળેફાંસો ખાય આપઘાત કરતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા જ યુવકે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે પત્ની સાથે ઝઘડામાં લાગી આવતા આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે મૃતક ૩ ભાઈ ચાર બેન માં નાના અને બે પુત્ર એક પુત્રી એ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

