Rajkot તા.૧૦ઃ
Rajkot અદાલતે ચેક ડિસઓનરના કેસમાં ફરિયાદી પક્ષની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપી ૨.૪૪ લાખના ચેક રિટર્ન કેસમાં વેપારીને ૨ વર્ષની કેદ, બમણી રકમનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ફટકારી ચેક લખી આપનાર વ્યક્તિએ ખાતામાં પૂરતા નાણા રાખવા જ પડે અને જવાબદારીમાંથી છટકી ન શકાય ચુકાદાથી ચેક ડિફોલ્ટરો માં ફફલાટ મચી જવા પામ્યો છે.
કેસની હકીકત મુજબ શહેરમાં રહેતા અનુજ એન્ટરપ્રાઇઝના માલિક અનુજ હવસિંઘ મિત્રા પાસેથી વેપારી વ્યવહાર હતો.એક્સપર્ટ રેડીમેડના માલિક નિલેશભાઈ એચ. ગોહિલએ રૂ. ૨,૪૪,૬૫૦ ની કિંમતનો માલ લેવામાં આવ્યો હતો. માલની ચુકવણી પેટે રૂ. ૨,૪૪,૬૫૦ નો ચેક આપ્યો હતો. જોકે, બેંકમાં ચેક રજૂ કરતા ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના શેરા સાથે તે પરત ફર્યો હતો.ચેક પરત ફરતા ફરિયાદી દ્વારા કાયદેસરની નોટિસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન ફરિયાદીના સિનિયર એડવોકેટ આર.કે. વારોતરીયાએ દસ્તાવેજી પુરાવા રજૂ કરી સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓના આધારે લેખિત દલીલો કરી હતી.તમામ પુરાવા અને કાયદાકીય દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને બે વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ કરતા બમણી એટલે કે રૂ. ૪,૮૯,૩૦૦ નો દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો દંડની રકમ ન ભરવામાં આવે તો આરોપીએ વધુ છ માસની સાદી કેદ ભોગવવી પડશે તેવો પણ હુકમ કરાયો છે.‘‘આ ચુકાદો વેપારી વિશ્વને સૂચવે છે કે કોઈ પણ વ્યક્તિએ ચેક આપીને પોતાના બેંક ખાતામાં પૂરતા નાણા રાખવા જ જોઈએ. ચેક આપી દીધા બાદ જવાબદારીથી છટકી શકાતું નથી.‘‘

