ઓશિકા નીચેથી મોબાઈલ અને રૂ. ૧૭ હજારની રોકડ ઉઠાવી લીધી
Rajkot
મોચી બજારના ખાડા પાસે આવેલ મકાનમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો હતો. મહિલાએ ઓશિકા નીચે રાખેલ મોબાઇલ ફોન અને રૂ.૧૭ હજાર રોકડ સહિત રૂ.૫૪ હજારની મત્તાની ચોરી કરી તસ્કર ફરાર થઇ ગયો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોમલબેન દીનેશભાઈ જરીયા(ઉ.વ.રહે. મોચી બજારનો ખાડો પોસ્ટ ઓફીસની બાજુમાં) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,
ઓશીકાની બાજુમા તેમનો મોબાઈલ રાખ્યો હતો. યુવતીએ નવો મોબાઈલ ખરીદવા માટે ભેગા કરેલા રૂ.૧૭૦૦૦ મારા માતાના મોબાઈલની બાજુમાં રાખી માતાને કહ્યું હતું કે, આ પૈસા સવારે તમે કબાટમાં મુકી દેજો. રાત્રીના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ યુવતી વોશરૂમ જવા માટે ઘરમાંથી બહાર નીકળતા તેની માતાએ ગભરાયેલા અવાજમાં કહ્યું હતું કે, કોમલ જલ્દી બહાર આવ કોઈ અજાણ્યો વ્યક્તી સફેદ ટી-શર્ટવાળો આપણાં ઘરમાંથી નીકળી બહાર ગયો છે.
જેથી યુવતીએ ઘરમાં જઈને કબાટ અને મોબાઈલની તપાસ કરવા લાગતા તેને માતાએ કહ્યું હતું કે, મેં ઓશીકાની બાજુમાં રાખેલ મારો મોબાઈલ અને તે રાખેલ પૈસા દેખાતા નથી. તુરંત જ યુવતી ઘરમાંથી બહાર આવી તે અજાણ્યા વ્યક્તી પાછળ જોવા ગયેલ પરંતુ તે કયાંય જોવા મળ્યો ન હતો. રાત્રીના કોઇ અજાણ્યા શખસે ઘરમાં ઘૂસી રૂ.૩૭૦૦૦ ની કિંમતનો મોબાઇલ અને ઓશીકાની બાજુમાં રાખેલ રૂ. ૧૭૦૦૦ ચોરી કરી જતા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

