Morbi તા.૧૪ઃ
શહેરની ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા ૪૯ વર્ષીય આધેડ પોતાના ઘરે બાથરૂમ જતા ચક્કર આવતા પડી જતા બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં આધેડનું મોત થયું હતું મોરબીના કેનાલ રોડ ગોકુલ મથુરા સોસાયટી વર્ણી હાઈટ્સ ફ્લેટ નં ૧૦૨ ના રહેવાસી જગદીશભાઈ કરમશીભાઈ શેરશીયા (ઉ.વ.૪૯) નામના આધેડ પોતાના ઘરે બાથરૂમ જવા માટે જતા ચક્કર આવતા પડી જતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
બે બિલ્ડીંગ વચ્ચેના ભાગે પડી જતા યુવાનનું મોત
સામાકાંઠે બિલ્ડીંગના ઉપરના માળેથી બે એપાર્ટમેન્ટ વચ્ચે પતરા ઉપર પડી જતા ૩૭ વર્ષીય યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબીના વિસીપરા કુલીનગરમાં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ આડેશરા (ઉ.વ.૩૭) નામના યુવાન સામાકાંઠે નમઃ હોસ્પિટલ પાછળ શ્રીજી પેલેસ બિલ્ડીંગના ઉપરના માળેથી બે એપાર્ટમેન્ટ વચ્ચેના ભાગે પતરા પર પડી જતા મોત થયું હતું સીટી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
જુગાર રમતી ત્રણ મહિલાઓ ઝડપાઈ
પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલાઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ પાસે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતી રસ્મીતાબેન મેહુલભાઈ ભીમાણી, પુરીબેન વસંતભાઈ કાસુન્દ્રા અને વર્ષાબેન મહેન્દ્રભાઈ રાજપરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૨૦૦ જપ્ત કરી છે
જુગાર રમતા ચાર ઝડપાયા
પીપળી ગામની સીમમાં મોબાઈલ દુકાન આગળના ભાગે પતરા નીચે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે મહિલા આરોપી અટક કરવા પર બાકી હોય પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં મોમાજી મોબાઈલ દુકાન પાસે જુગાર રમતા અરવિંદ બાબુભાઈ સોમાણી, પારસ કનુભાઈ વરાણીયા, નીલેશ મનસુખભાઈ વાડલીયા અને મકસુદ મોમદ નકુમ એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૭૧,૧૦૦ જપ્ત કરી છે મહિલા આરોપી ચેતનાબેન નવીનભાઈ વાઢેરાને ઝડપી લેવા તપાસ ચલાવી છે

