શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન
ભાદરવા સુદ ચોથ ને મંગળવારે તા. ૧૫.૯.૨૦૨૬ ના રોજ Rishi Panchami છે. આ દિવસે શ્રધ્ધાળુઓ આખો દિવસ વ્રત રાખી અને સામો તથા ફળ ખાઈ પોતાની શકિત અનુસાર દાન-ધર્મ કરી પૂણ્યનું ભાથું બાંધશે. મંગળવાર, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ઋષિ પંચમી (સામા પાંચમ) ઉજવાશે.
જ્યોતિષીય ગણતરી આ વર્ષે ભાદરવા સુદ ચોથ અને મંગળવારે દરેક પંચાંગ અને જ્યોતિષના નિયમો અનુસાર ઋષિ પંચમી આવી રહી છે
પંચાંગ પ્રમાણે મંગળવારે ઋષિ પંચમી શા માટે ?
ભાદરવા સુદ ચોથ (ઋષિ પંચમી) મંગળવાર, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સવારે ૦૭૪૪ વાગ્યાથી પાંચમ તિથિ શરૂ થાય છે, જે બુધવાર, ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૮૫૯ વાગ્યા સુધી ચાલશે.
મંગળવારને ’પાંચમ’ ગણવાનું કારણ
શાસ્ત્રોના નિયમ મુજબ, મધ્યાહન વ્યાપિની પંચમી તિથિ (બપોરના સમયે જે તિથિ ચાલુ હોય) તે દિવસે વ્રત રાખવામાં આવે છે.
૧૫ સપ્ટેમ્બર, મંગળવારના રોજ બપોરે ૧૧૦૨ થી ૦૧૩૦ વાગ્યા સુધીના પૂજાના શુભ મુહૂર્ત દરમિયાન પૂર્ણપણે પંચમી તિથિ જ પ્રવર્તે છે. આથી મંગળવારે જ ઋષિ પંચમી મનાવવાનું વિશેષ મહત્વ રહેશે.
ઋષિપંચમી નુ વ્રત રહેવાથી જીવનના બધા જ અશુભદોષો નાશ પામે છે. ઋષીપાંચમ ના દિવસે સવારે નિત્ય-કર્મ કરી તીર્થ મા સ્નાન કરવુ જો ઘરની આજુબાજુ કોઈ નદી ના હોય તો સ્નાન કરવાના પાણી મા ગંગાજળ અથવા યમુના જળ ઉમેરવું અને તીર્થો ના નામ બોલી સ્નાન કરવું ત્યારબાદ સૌ પ્રથમ ગણપતિજીનું પૂજન કરવું. ત્યારબાદ એક સફેદ વસ્ત્ર બાજોઠ અથવા પાટલા ઉપર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરવી તેમાં કળશ, શ્રીફળ મૂકી અને સોપારીમા સપ્ત ઋષિના નામ બોલી તેનું આહવાન કરવું અને સોપારીમા સપ્ત ઋષિનું પૂજન કરવું, સોપારીમા વસ્ત્ર જનોઈ, કંકુ, ચોખા, ફૂલ અબીલ ગુલાલ કંકુ પધરાવી નૈવેધ ધરાવી આરતી કરી ત્યારબાદ ઋષિપંચમી ની કથા વાંચવી. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી દાન-દક્ષિણા આપવી શુભ છે. જ્યોતિષી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે આમ, સાત ઋષીના નામ લઈ આ વ્રત રહેવું ૧. વશિષ્ઠ, ૨. કશ્યપ, ૩. અત્રી, ૪.જમદગ્નિ, ૫. ગૌતમ, ૬.વિશ્વામિત્ર, ૭. ભારદ્વાજ આ રીતે વ્રત કરવાથી જીવનના બધા જ દોષો નાશ પામે છે. ખાસ કરીને ઋષિપંચમી ના દિવસે તીર્થ સ્નાનનું મહત્વ છે
તે ઉપરાંત આ દિવસે આખા વર્ષમાં જે પિતૃઓ મૃત્યુ પામેલ હોય તેમની પાછળ તેમના કુટુંબીજનો ભેગા મળે છે અને ઋષિપંચમી ના દિવસે એકટાણું અથવા ઉપવાસ રહે છે અને મૃતક આત્માને તેની સદગતિ માટે પુણ્ય અર્પણ કરે છે

