દોઢ વર્ષનો પ્રેમ, ૬ માસ લિવ-ઈન બાદ મહિલા પતિ પાસે પરત ફરતા યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
Rajkot તા.૧૮ઃ
શહેરના રેલનગરમાં સગાના ધરે સુરત સ્થિત યુવકે પ્રેમીકા છોડી જતા આઘાતમાં આવીને ફિનાઇલ પી લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના રેલનગરમાં અવધ પાર્કમાં રહેતા મુકેશભાઈના ઘરે સુરત રહેતા હિતેશભાઈ કેશુભાઈ લાઠીયા ઉંમર વર્ષ ૨૯ વર્ષીય યુવક આજે સવારે ૫ વાગ્યા આસપાસ પ્રેમિકાને મળવા આવ્યો હતો જે પ્રેમિકાએ સાથે રહેવાનો ઇનકાર કરતા યુવક ને આઘાત લાગતા ફિનાઈલ પી લીધું હતું જેથી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા પ્રદ્યુમન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે સુરત રહેતા યુવકને તેના સમાજની રાજકોટ રહેતી મહિલા સાથે આશરે દોઢ વર્ષે પહેલા પ્રેમ સબંધ થતા સાથે રહેતા હતા જે પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન કરેલ થયેલ છે તેમજ સંતાનમાં ૧ પુત્ર છે તેમજ પ્રેમિકા સાથે હિતેશએ આશરે ૬ માસ પૂર્વે મૈત્રી કરાર કરી ને રાજકોટ રહેતી હતી અને હિતેષ પોતે સુરત રહેતો હતો તેમજ અગાઉ ત્રણ વાર હિતેષ ને છોડી પ્રેમિકા જતી રહી હતી અને પરત આવી સાથે રહેતી હતી બાદ થોડા દિવસ પહેલા પ્રેમિકા પોતાના પતિ અને પુત્ર પાસે જતી રહી હતી જેથી હિતેષ રાજકોટ મળવા આવ્યો હતો અને પ્રેમિકા હવે સાથે રહેવા ન માંગતી હોઈ જેથી આઘાતમાં આવી ને ફિનાઇલ પી લેવાનું હિતેષએ જણાવ્યું હતું આ અંગે પ્રદ્યુમનનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

