Rajkot તા.૧૮ઃ
આઈ-હબ ગુજરાત અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ()ના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના કોન્ફરન્સ રૂમ ખાતે ‘‘ડેમો ડે’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ, રોકાણકારો, મેન્ટર્સ અને ટેકનેલોજી નિષ્ણાતો સાથે સીધા જોડવા માટે સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પછાણી, આઈ-હબના શ્રી ભગીરથ ભટ્ટ, ડૉ. રશ્મિન તન્ના, યોગેશ રાઠોડ તથા પારા સોલંકી સહિતના મહાનુભાવો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કર્યા હતા.
‘‘ડેમો ડે’’ દરમિયાન પસંદગી પામેલા કુલ ૧૧ સ્ટાર્ટઅપ્સે પોતાના નવીન ઉત્પાદનો, ટેકનેલોજી, બિઝનેસ મોડલ અને ઉદ્યોગલક્ષી સોલ્યુશન્સની રજૂઆત કરી હતી. આ રજૂઆતો થકી સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સમક્ષ પોતાની ટેકનેલોજી અને ઉત્પાદનની ઉપયોગિતા રજૂ કરવાની તેમજ સંભવિત ગ્રાહકો, રોકાણકારો, મેન્ટર્સ અને બિઝનેસ પાર્ટનર્સ સાથે સંવાદ સાધવાની તક મળી હતી.
આ સ્ટાર્ટઅપ્સ સોલાર એનર્જી, એનર્જી ટેકનેલોજી, ઇલેક્ટ્રિક મોટર અને કંટ્રોલર, હેલ્થકેર અને ન્યુટ્રિશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એઆઇ- સીસીટીવી, મેડિકલ ઇક્વિપમેન્ટ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, મેન્યુફેક્ચરિંગ ઇન્ટેલિજન્સ, બી-ટુ-બી ઈ-કોમર્સ તથા રિન્યુએબલ એનર્જી જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે.
સ્ટાર્ટઅપ્સની રજૂઆતો દરમિયાન ઉપસ્થિત ઉદ્યોગજગતના અગ્રણીઓ અને નિષ્ણાતોએ તેમની ટેકનેલોજી, ઉત્પાદનની ઉપયોગિતા, બજારની સંભાવનાઓ અને વ્યાવસાયિક વિકાસ અંગે વિસ્તૃત સંવાદ કર્યો હતો. આ પરસ્પર ચર્ચા દ્વારા નવીન વિચારોને ઉદ્યોગની જરૂરિયાતો સાથે જોડવા તેમજ સ્ટાર્ટઅપ્સને બજાર સુધી પહોંચવા માટે જરૂરી માર્ગદર્શન અને તકો પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
‘‘ડેમો ડે’’ જેવા કાર્યક્રમો સ્ટાર્ટઅપ્સ માટે માર્કેટ એક્સેસ, સંભવિત ગ્રાહકો અને ઉદ્યોગો સાથે જોડાણ, રોકાણ અને ફંડિંગની તકો, બિઝનેસ મેન્ટરિંગ, ટેકનેલોજી વેલિડેશન, વ્યૂહાત્મક ભાગીદારી તથા કોમર્શિયલાઇઝેશન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ના માધ્યમથી નવીન ટેકનેલોજી અને વિચારોને વાસ્તવિક ઔદ્યોગિક તથા વ્યાવસાયિક તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આઈ-હબ ગુજરાત અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આયોજિત આ ડેમો ડેએ ‘‘સ્ટાર્ટઅપથી ઉદ્યોગ અને નવીનતાથી બજાર’’ વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું. આવા પ્રયાસો થકી રાજકોટ તથા ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ વેગ મળે અનેInnovation, Investment, Mentorship, Collaboration, Business Growth માટે નવી તકો ઊભી થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

