હપ્તો જમા કરાવવા માટે પ્રોસેસ કરાવી હપ્તાની રકમ મેળવી છેતરપીંડી આચરી
(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧૯ઃ
મોરબીના યુવાનને બેંકના કસ્ટમર કેર કર્મચારી તરીકે ઓળખ આપી હપ્તો જમા કરાવવાની પ્રોસેસ કરાવી એક્સીસ બેંક ખાતામાંથી રૂ ૯૪,૬૭૮ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના ત્રાજપર રોડ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આનંદકુમાર ખીમજીભાઈ દેગામા (ઉ.વ.૩૩) વાળાએ આરોપીઓ મોબાઈલ નંબર ૯૧૫૩૯ ૭૫૧૯૩ અને મો નં ૮૨૦૦૮ ૪૭૯૨૮ ના ધારક તેમજ બેંક ખાતા ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં યુવાને જણાવ્યું છે કે ફરિયાદી વાંકાનેર ચંદ્રપુર ખાતે બેંકમાં પગાર ખાતું ધરાવે છે વાંકાનેર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગાડીની લોન ચાલુ છે ગાડીનો હપ્તો દર મહિનાની પાંચ તારીખે કપાય છે ગત તા. ૦૫ ના રોજ સવારે એક્સીસ બેંક ખાતામાંથી સ્ટેટ બેંક ખાતામાં ગાડીના હપ્તા માટે રૂ ૧૫ હજાર ટ્રાન્સફર કર્યા હતા પરંતુ ટ્રાન્જેક્શન થતા પૈસા બેંક ખાતામાંથી ડેબીટ થયા અને સ્ટેટ બેંક ઇન્ડિયા ખાતામાં જમા થયા ના હતા
જેથી બીજા દિવસે તા. ૦૬ ના રોજ ટ્રાન્ઝેકશન ઇન્ક્વાયરી માટે ગૂગલમાંથી એક્સીસ બેંક કસ્ટમર કેર નંબર સર્ચ કરતા ગૂગ્લામાંથી મળેલા નંબર પર ફોન કરતા વોટ્સએપ નંબર માંગતા આપ્યો હોત અને ફોન કાપી વોટ્સએપમાં વિડીયો કોલ કર્યો હતો જેમાં પોતાનો ચહેરો છુપાવી રાખ્યો અને ફોન પે ખોલવાનું કહેતા મોબાઈલમાંથી ફોન પે એપ્લીકેશન ખોલી અને તેના જણાવ્યા મુજબ સેન્ડ મની ઓપ્શનમાં જઈને યુપીઆઈ આઈડી આપ્યા તે લખીને આગળની પ્રોસેસ કરી હતી અને ફોન પે પીનકોડ નાખ્યો જેથી હવે તમારા અટવાયેલા ટ્રાન્ઝેક્શનના રૂ ૧૫ હજાર એકાઉન્ટમાં જમા થઇ જશે કહીને ફોન કાપી નાખ્યો હતો દશ મિનીટ બાદ બેંક ખાતામાંથી ૭૫,૬૫૫ અને રૂ ૧૯,૦૦૧ ડેબીટ થયાનો મેસેજ આવ્યો હતો
જેથી સાયબર ફ્રોડ થયાનું લાગતા તુરંત રૂ ૯૪,૬૭૮ ની ચીટીંગ અંગે સાયબર ફ્રોડમાં ફરિયાદ કરી હતી આમ એક્સીસ બેન્કના કસ્ટમર કેર કર્મચારીની ઓળખ આપી કાર લોનનો હપ્તો જમા કરાવવા પ્રોસેસ કરાવી બેંક ખાતામાંથી રૂ ૯૪,૬૭૮ ટ્રાન્સફર કરી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

