Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ukraine ૧૦૦૦થી વધુ ડ્રોન એટેક દ્વારા મોસ્કો હચમચાવ્યું

    September 20, 2026

    સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત

    September 20, 2026

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ukraine ૧૦૦૦થી વધુ ડ્રોન એટેક દ્વારા મોસ્કો હચમચાવ્યું
    • સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત
    • Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં
    • Mumbaiના લાલબાગના ગણપતિ પંડાલમાં વીજળીનો આંચકો લાગવાથી ૮ વર્ષની બાળકી સહિત ૨ના મોત
    • India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું
    • Asian Gamesમાં ભારતની દીકરીઓ ચમકી: શૂટિંગમાં ભારતે જીત્યું સિલ્વર મેડલ
    • ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું
    • Mumbai કોસ્ટલ રોડ પર ગમખ્વાર અકસ્માતઃ ૩ યુવકોના કરૂણ મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, September 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું
    ખેલ જગત

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે શાનદાર શરૂઆત કરી છે : ભારતીય મહિલા Hockey ટીમે ઉઝબેકિસ્તાનને  હરાવ્યું

    New Delhi, તા.૨૦

    એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે રવિવારે શાનદાર અંદાજમાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય મહિલા Hockey ટીમે પોતાની પ્રથમ જ મેચમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કરારી હાર આપી હતી. આ મેચમાં દીપિકાએ એકલા ૮ ગોલ કરીને ભારે સુર્ખીઓ બટોરી હતી. બીજી તરફ, ભારતીય મહિલા શૂટિંગ ટીમે ૧૦ મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું મેડલ ખાતું પણ ખોલી દીધું છે.

    ભારતીય મહિલા હોકી ટીમે મેચની શરૂઆતથી જ ઉઝબેકિસ્તાન પર દબાણ જાળવી રાખ્યું હતું. છઠ્ઠી મિનિટે લાલરેમસિયામીએ ભારત માટે પહેલો ગોલ કર્યો હતો. નવનીત કૌરના શરુઆતી પ્રયાસને ગોલકીપરે રોકી લીધો હતો, પરંતુ ભારતે રિબાઉન્ડ પર બોલ મેળવી લીધો અને લાલરેમસિયામીએ ગોલ કરવામાં કોઈ ભૂલ ન કરી.

    ત્યારબાદ દીપિકાએ જમણી બાજુથી શાનદાર સ્ટ્રાઇક લગાવીને ભારતની સરસાઈ ૨-૦ કરી દીધી. થોડી જ વાર પછી સુનેલિતાના બહેતરીન પાસ પર ઇશિકાએ ફર્સ્ટ-ટાઇમ શોટ દ્વારા ત્રીજો ગોલ કર્યો. પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થાય તે પહેલાં બલજીતે રિબાઉન્ડ પર ગોલ કરીને સ્કોર ૪-૦ કરી દીધો. બીજા ક્વાર્ટરમાં પણ ભારતનો આક્રમક ખેલ ચાલુ રહ્યો. નેહાએ રિવર્સ હિટ પર શાનદાર ગોલ કરીને ભારતની સરસાઈ ૫-૦ કરી દીધી. આ પછી દીપિકાએ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને પોતાનો બીજો ગોલ કર્યો. ઋતુજાએ રિબાઉન્ડ પર ગોલ કરીને સ્કોર ૭-૦ કર્યો. આ પછી દીપિકાએ વધુ એક પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને પોતાની હેટ્રિક પૂરી કરી. હાફ ટાઇમ સુધીમાં ભારતે ૮-૦ની વિશાળ સરસાઈ મેળવી લીધી હતી.

    ત્રીજા ક્વાર્ટરમાં તો દીપિકાએ ગોલનો વરસાદ કરી દીધો. તેણે સતત ચાર ગોલ કર્યા અને આ તમામ ગોલ પેનલ્ટી કોર્નરથી આવ્યા હતા. આ રીતે તેનો વ્યક્તિગત સ્કોર સાત ગોલ સુધી પહોંચી ગયો. આ જ દરમિયાન ઇશિકા, સાક્ષી રાણા અને લાલથંતલુઆંગીએ પણ ગોલ કર્યા હતા. ભારતીય ટીમે ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ૧૫-૦ની સરસાઈ મેળવી લીધી હતી.

    ચોથા ક્વાર્ટરમાં પણ ભારતીય ખેલાડીઓએ આક્રમણની સ્પીડ ઓછી થવા દીધી નહોતી. નવનીત કૌરે ગોલ કરીને ટીમની સરસાઈ વધુ મજબૂત કરી. દીપિકાએ પોતાનો આઠમો ગોલ પૂર્ણ કર્યો, જ્યારે ઇશિકાએ પણ પોતાની હેટ્રિક પૂરી કરી લીધી. લાલથંતલુઆંગી અને નેહાએ પણ ગોલ ફટકાર્યા. આખરે ભારતે આ મેચ ૧૯-૦થી પોતાના નામે કરી લીધી.

    ભારતની આ મોટી જીતની સૌથી મોટી સ્ટાર દીપિકા રહી. તેણે કુલ ૮ ગોલ કર્યા, જેમાં પેનલ્ટી કોર્નરથી કરાયેલા અનેક ગોલ સામેલ છે. ઇશિકાએ ૩ ગોલ કર્યા. નેહા અને લાલથંતલુઆંગીએ ૨-૨ ગોલ કર્યા, જ્યારે લાલરેમસિયામી, બલજીત, સાક્ષી રાણા અને નવનીત કૌરે ૧-૧ ગોલનું યોગદાન આપ્યું.

    હોકીની સાથે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે પણ શાનદાર શરૂઆત કરી. ગ્રુપ એફની મેચમાં ભારતે ઇન્ડોનેશિયાને ૩-૦થી હરાવ્યું. શ્રીજા અકુલા,યિા ચિતાલે અને યશસ્વિની ઘોરપડેએ પોતાની સંબંધિત મેચો જીતીને ભારતને આસાન જીત અપાવી.

    hockey
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMumbai કોસ્ટલ રોડ પર ગમખ્વાર અકસ્માતઃ ૩ યુવકોના કરૂણ મોત
    Next Article Asian Gamesમાં ભારતની દીકરીઓ ચમકી: શૂટિંગમાં ભારતે જીત્યું સિલ્વર મેડલ
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026
    ખેલ જગત

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026
    ખેલ જગત

    Asian Gamesમાં ભારતની દીકરીઓ ચમકી: શૂટિંગમાં ભારતે જીત્યું સિલ્વર મેડલ

    September 20, 2026
    મુખ્ય સમાચાર

    ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું

    September 20, 2026
    રાષ્ટ્રીય

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    મુખ્ય સમાચાર

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-09-2026 18:57
    Categories
    Latest News

    Ukraine ૧૦૦૦થી વધુ ડ્રોન એટેક દ્વારા મોસ્કો હચમચાવ્યું

    September 20, 2026

    સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત

    September 20, 2026

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026

    Mumbaiના લાલબાગના ગણપતિ પંડાલમાં વીજળીનો આંચકો લાગવાથી ૮ વર્ષની બાળકી સહિત ૨ના મોત

    September 20, 2026

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026

    Asian Gamesમાં ભારતની દીકરીઓ ચમકી: શૂટિંગમાં ભારતે જીત્યું સિલ્વર મેડલ

    September 20, 2026
    Search
    Main News

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026

    India સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૧૧૪ રનથી હરાવીને એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું

    September 20, 2026

    ભારતની ઐતિહાસિક જીત, Hockeyમાં ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડી નાખ્યું

    September 20, 2026

    ઉત્તર પ્રદેશમાં UGC Billના વિરોધમાં રાજકીય વાતાવરણ ગરમાયું

    September 20, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ukraine ૧૦૦૦થી વધુ ડ્રોન એટેક દ્વારા મોસ્કો હચમચાવ્યું

    September 20, 2026

    સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત

    September 20, 2026

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.