સોનમ ઉત્તમ મસ્કર, એલાવેનિલ વલારિવન અને વિદરસા કે વિનોદને PM Modiએ શુભેચ્છા પાઠવી છે
નવી દિલ્હી, તા.૨૨
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર સોનમ ઉત્તમ મસ્કર, એલાવેનિલ વલારિવન અને વિદરસા કે વિનોદને PM Modiએ શુભેચ્છા પાઠવી છે. તેમણે ભારતીય ખેલાડીઓની મહેનત અને ટીમવર્કની પ્રશંસા કરતા કહ્યું કે, તેમની આ સફળતા આવનારા સમયમાં અનેક ખેલાડીઓને પ્રેરણા આપશે.
વડાપ્રધાન મોદીએ એલાવેનિલ વલારિવનને મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ પણ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય નિશાનબાજો સતત દેશનું નામ રોશન કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે એલાવેનિલે એક જ દિવસમાં બીજુ મેડલ પણ પોતાના નામે કર્યું, જેના કારણે તેમની સિદ્ધિ વધુ ખાસ બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ભારતીય નિશાનબાજોના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સખત મહેનત અને ટીમવર્કથી શાનદાર પરિણામ મેળવી શકાય છે. સોનમ ઉત્તમ મસ્કર, એલાવેનિલ વલારિવન અને વિદરસા કે વિનોદના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આ ખેલાડીઓની સફળતા દેશના ઘણા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે.
ઁસ્ મોદીએ એલાવેનિલ વલારિવન સહિત તમામ ભારતીય નિશાનબાજોને તેમની આગામી સ્પર્ધાઓ અને ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી છે. ભારતીય ખેલાડીઓના સતત સારા પ્રદર્શનથી એશિયન ગેમ્સમાં દેશના મેડલ ટેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. નિશાનબાજોની આ સફળતા ભારતીય રમતજગત માટે મહત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે.

