New Delhi, તા.૫
દેશભરમાં હવામાનનો મિજાજ ફરી એકવાર પલટાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) દ્વારા આગામી સમય માટે મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં દેશના ૧૪ જેટલા રાજ્યોમાં આગામી કલાકો અને દિવસો દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ચક્રવાતી તોફાન ‘મુરાસુ’ની અસર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે, તેમ છતાં વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ૬૦ થી ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.ૈંસ્ડ્ઢ ની આગાહી મુજબ, દક્ષિણ અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. તમિલનાડુ, અંદામાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.૫ થી ૧૦ નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરીને ૭ અને ૮ નવેમ્બરે આ વિસ્તારોમાં વ્યાપક વરસાદ થવાની પ્રબળ સંભાવના છે. તટીય કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ ૧૦ નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. કેરળ અને માહેમાં ૬ થી ૮ નવેમ્બર દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.૫ થી ૮ નવેમ્બર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં જમીન સપાટી પર ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. શરૂઆતમાં ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક (જે ક્યારેક ૬૦ કિમી સુધી પહોંચી શકે) ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.ૈંસ્ડ્ઢ મુજબ ૫, ૬ અને ૭ નવેમ્બરે ઓડિશાના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઝારખંડમાં ૫ થી ૮ નવેમ્બર દરમિયાન કોઈ વિશેષ એલર્ટ નથી, પરંતુ ૯-૧૦ નવેમ્બરે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. આંદામાન અને નિકોબારમાં ૮ થી ૧૦ નવેમ્બર દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-એનસીઆરમાં ૫ નવેમ્બરના રોજ આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. સવારના સમયે હળવું ધુમ્મસ અથવા ઝાંખપ (રટ્ઠડી) જોવા મળી શકે છે. આગામી ૬ અને ૭ નવેમ્બરે પણ દિલ્હીમાં હવામાન મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૭ થી ૨૯ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૫ થી ૧૭ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાનું અનુમાન છે.

