Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા
    • Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત
    • સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ
    • CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા
    • Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?
    • Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી
    • દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો, rainની આગાહી
    • માછીમારોને બચાવવા ગયેલી SDRF ની બે બોટ પલટી, ૧૦ જવાનો ગુમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી
    અન્ય રાજ્યો

    Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી

    Vikram RavalBy Vikram RavalNovember 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Hyderabad, તા.૫

    તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી અને હૃદયકંપાવી મૂકે તેવી હત્યાની ભયાનક ઘટના સામે આવી છે. મહબૂબનગર મંડલના ઓબુલાય્યાપલ્લી ગામની રહેવાસી ૨૮ વર્ષીય સુનીતા નામની મહિલાની તેના જ સાસરિયાંઓ દ્વારા જમીન વિવાદમાં નિર્મમ રીતે ગળું વાઢીને હત્યા કરવામાં આવી છે. આ ક્રૂર હત્યાકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગતો અનુસાર, સોમવારે બપોરે જ્યારે સુનીતા ચિન્થલ થાંડામાં આવેલા પોતાના ખેતર તરફ જઈ રહી હતી, ત્યારે તેના સસરા માણિક્યા નાઈક, દિયર માન્યા નાઈક, પાંડુ નાઈક તથા પાંડુની પત્ની પાર્વતીએ તેને રસ્તામાં જ આંતરી લીધી હતી. સાસરિયાંઓએ આવેશમાં આવીને સુનીતાના ગળામાં કપડું બાંધી તેને ઢસડીને પોતાના ઘરે લઈ ગયા હતા. ત્યાં તેના પર તીક્ષ્ણ છરી વડે હુમલો કરી તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.ઘટનાની જાણ થતાં જ કોઈલકોન્ડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહબૂબનગરની સરકારી જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ભયાનક હત્યા પાછળ ૧.૫ એકર જમીનનો લાંબા સમયથી ચાલતો વિવાદ જવાબદાર છે. સુનીતાના લગ્ન ૧૨ વર્ષ પહેલાં ચિન્થલ થાંડાના બલરામ સાથે થયા હતા અને તેમને બે પુત્રીઓ છે. બલરામ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હોવાથી દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.એક વર્ષ પહેલાં ગામના વડીલોએ સમાધાન કરાવીને સુનીતા અને તેની બંને પુત્રીઓના ભવિષ્યની સુરક્ષા માટે બલરામના નામે રહેલી ૧.૫ એકર જમીન સુનીતાના નામે ટ્રાન્સફર કરાવી હતી. જોકે, બલરામના મોટા ભાઈઓ પાંડુ નાઈક અને માન્યા નાઈક આ નિર્ણયથી ભારે નારાજ હતા અને સતત જમીન પોતાના નામે કરવા સુનીતા પર દબાણ કરતા હતા.સાસરિયાંના અસહ્ય ત્રાસથી કંટાળીને સુનીતા પિયર જતી રહી હતી, પરંતુ થોડા સમય પહેલાં તેના માતા-પિતાએ ચિન્થલ થાંડામાં ઘર બનાવી આપતાં તે તેની પુત્રીઓ સાથે ત્યાં રહેવા આવી હતી. સાસરિયાંઓ તેને જમીન જતી કરી ગામ છોડી જવાની ધમકી આપતા હતા અને આખરે તેમણે આ દર્દનાક હત્યાકાંડને અંજામ આપ્યો હતો.કોઈલકોન્ડા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એ. નાગરાજુએ જણાવ્યું કે, સુનીતાના પિતા વાલ્યા નાઈકની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૧૦૧ અને ૧૦૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે.

    Hyderabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો, rainની આગાહી
    Next Article Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા

    November 5, 2026
    અન્ય રાજ્યો

    Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?

    November 5, 2026
    અન્ય રાજ્યો

    માછીમારોને બચાવવા ગયેલી SDRF ની બે બોટ પલટી, ૧૦ જવાનો ગુમ

    November 5, 2026
    અન્ય રાજ્યો

    CM Ashok Gehlotએ ૨૪ કલાકની અંદર પુરાવા આપવા અથવા માફી માંગવા માટે અલ્ટીમેટમ આપ્યું

    November 4, 2026
    અન્ય રાજ્યો

    ભગવાન કૃષ્ણ પરની ટિપ્પણીઓથી દુઃખી થયેલા કથાકાર Dhirendra Shastri વિરુદ્ધ ફરિયાદ કરવા સપા નેતાઓએ એસએસપીનો સંપર્ક કર્યો

    November 4, 2026
    અન્ય રાજ્યો

    પશ્ચિમ બંગાળમાં ભાજપ વિરુદ્ધ ’ત્રિકોણ’ રચાઈ રહ્યું છે, Mamata Banerjeeએ દિલ્હીથી મોટો સંકેત આપ્યો

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹181,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-11-2026 21:25
    Categories
    Latest News

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026

    CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા

    November 5, 2026

    Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?

    November 5, 2026

    દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો, rainની આગાહી

    November 5, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.