લક્ષ્મી વાડી દારૂની હેરાફેરી કરતા ૩ શખ્સો ઝડપાયા, ૪૫ બોટલ દારૂ અને ૩ બાઈક મળી ૧.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાયકવાડીમાં રીક્ષા ચાલકના ઘરમાંથી ૧૨ બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Rajkot તા.૨૩ઃ
શહેર પીસીબી દ્વારા લક્ષ્મીવાડી વિસ્તારમાં અને ગાયકવાડીમાં દરોડા પાડવામા આવ્યા છે.જેમાં ચાર શખ્સોની ધરપકડ કરી ૫૭ બોટલ દારૂ અને ત્રણ મોટર સાયકલ મળી રૂપિયા ૧.૩૫ લાખનો મુદ્દા માલ કબજે કરી દારૂના મૂળ સુધી પહોંચવા ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવા આપેલી સૂચના ને પગલે પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ત્યારે લક્ષ્મી વાડી શેરી નંબર ૧૦ ના વિસ્તારમાં આવેલ કુવા વાળી ખોડીયાર મંદિર નજીક જાહેરમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની યુવરાજસિંહ રાણા ને મળેલી બાતમીના આધારે સ્ટાફ દ્વારા દરોળો પાડવામાં આવ્યો હતો ત્યારે કાંતા સ્ત્રી વિકાસ ગૃહની સામે રહેતો મહિપત ગંભીરસિંહ વાઘેલા લક્ષ્મીવાડી શેરી નંબર ૧૦ માં રહેતો સાગર ઉર્ફે રાહ જો નિલેશ ખેર અને લક્ષ્મી વાળી શેરી નંબર પાંચમાં રહેતો જયદેવ સુરેશ પરમાર સહિતના ત્રણેય શખ્સના મોટરસાયકલની તલાસી લેતા તેમાંથી ૧૫ ૧૫ બોટલો મળી ૪૫ બોટલો મળી આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી ૪૫ બોટલ દારૂ અને ત્રણે મોટરસાયકલ મળી ૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરી આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને આપવાનો હતો તે મુદ્દે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મહેતા દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવી રહ્યો છે. જ્યારે જંકશન પ્લોટ ગાયકવાડી શેરી નંબર ૨ માં રહેતો તારીખ આસમપુર જુણેજા નામનો રીક્ષા ચાલક પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની પીસીબીના એટ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા ને મળેલી બાતમીના આધારે સ્ટાફ દ્વારા પાણી મકાનમાંથી ૧૫ ૬૦૦ ની કિંમતની ૧૨ બોટલ દારૂ સાથે સારી જુનેજા ની ધરપકડ કરી વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ વીજે ઝાડા સહિતના સ્ટાફ દ્વારા તપાસ નો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે.

