Junagadh,તા.૨૬
Junagadh પોલીસે રેલવે સ્ટેશન નજીકથી ધોરાજીના બે ઇસમોને એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતાં. બીજી તરફ કોર્ટની મંજૂરી બાદ માંગરોળ અને શીલ પોલીસ દ્વારા પકડેલો ૯૬ લાખ રૂપિયાથી વધુનો દારુ નાશ કરવામાં આવ્યો. એમડી ડ્રગ્સ મામલે જુનાગઢના બે ઇસમો પોલીસ ચોપડે ફરાર દર્શાવવામાં આવ્યા છે જેને પણ પકડી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
Junagadh સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી, પૂર્વ બાતમીને આધારે જૂનાગઢના રેલ્વે સ્ટેશન નજીકથી ધોરાજીના બે ઇસમો રઈશ ગરાણા અને શાબીર ફકીરને ૦૪ ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યા છે. ડ્રગ્સની કુલ કિંમત ૧૨,૦૦૦ જેટલી થવા જાય છે. આ સિવાય બુટલેગરો પાસેથી સ્કૂટર મોબાઈલ મળીને કુલ ૮૨,૨૦૦ નો મુદ્દામાલ પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કબજે કરીને સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં કેસ દાખલ કરાવ્યો છે.
ડ્રગ્સના મામલામાં જુનાગઢના બે બુટલેગરો દાનિશ બાદશાહ અને શકલીન નાયક પણ ફરાર હોવાનું પોલીસ ચોપડે જણાય આવ્યું છે. આ બંને ઇસમોને પણ પકડી પાડવા માટે પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
માંગરોળ અને શીલ પોલીસ મથકમાં પાછલા સમય દરમિયાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા પર પ્રાંતીય દારૂની ૩૦,૦૮૦ જેટલી બોટલોનો શુક્રવારે નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલ દારૂના જથ્થાની કિંમત ૯૬,૧૪,૯૩૮ રૂપિયા જેટલી થવા જાય છે. જેમાં માંગરોળ મરીન અને શીલ પોલીસ મથક દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવા માટે માંગરોળ કોર્ટ માંથી પૂર્વ મંજૂરી મેળવવામા આવી હતી, ત્યાર બાદ માંગરોળના શાપુર રોડ પર આવેલા ખુટીયા હાઉસની ડમ્પીંગ સાઈડ નજીક તમામ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.
દારૂના નાશની આ કાર્યવાહી સમયે એસડીએમ આર.આર.ઠુંમર, નશાબંધી અને આબકારીના પીએસઆઇ ટી.વી. ગોહિલ અને માંગરોળ અને સીલ પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની સાથે પોલીસ વિભાગના કર્મચારીની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.

