Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    જામનગર

    Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કારના કાચ તોડી લાકડાના ધોકા વડે માર માર્યાની ફરિયાદ  જે.ડી. સિક્યુરિટીના હેડ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધાયો

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૬ઃ

    લાલપુર તાલુકામાં અદાણી કંપનીના સોલાર પ્લાન્ટના સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને ચાલી રહેલો વિવાદ હિંસક બન્યાનો બનાવ સામે આવ્યો છે. ટેરિયર સિક્યુરિટી સર્વિસના બ્રાંચ હેડની કારને કાળા રંગની સ્કોર્પિયોથી આંતરી સાત શખ્સોએ કારના કાચ તોડી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે જે.ડી. સિક્યુરિટીના હેડ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    ફરિયાદ મુજબ ૩૧ વર્ષીય મનમોહનસિંહ અમરેન્દ્રપ્રસાદસિંહ તોમર ટેરિયર સિક્યુરિટી સર્વિસમાં બ્રાંચ હેડ તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દ્વારા લાલપુર તાલુકાના હરીપર સહિતના વિસ્તારમાં આવેલી અદાણી કંપનીની સાઇટ પર સુરક્ષા સેવા પૂરી પાડવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અગાઉ આ સિક્યુરિટીનું કામ જે.ડી. સિક્યુરિટી પાસે હતું અને ત્યારબાદ ટેરિયર સિક્યુરિટી સર્વિસને કામ મળતાં બંને પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

    ફરિયાદમાં જણાવ્યા મુજબ જે.ડી. સિક્યુરિટીના હેડ દ્વારા અગાઉ ફોન કરીને સિક્યુરિટીનું કામ બંધ કરવા તથા કામ પોતાની એજન્સીને આપવા દબાણ કરવામાં આવ્યું હતું તેમજ ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ બાબતને લઈને બંને પક્ષ વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો.

    દરમિયાન તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના સાંજના સમયે મનમોહનસિંહ પોતાની હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર નં. જીજે-૦૧-કેસી-૭૧૩૨ લઈને લાલપુર તરફથી જામનગર તરફ જઈ રહ્યા હતા. તે સમયે મુરીલા ગામથી આગળ ગોળાઈ નજીક કાળા રંગની સ્કોર્પિયો કાર તેમની પાછળ આવી હતી. સ્કોર્પિયોએ તેમની કારને ઓવરટેક કરી આગળ ઊભી રાખી રસ્તો રોક્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

    સ્કોર્પિયોમાંથી જે.ડી. સિક્યુરિટીના હેડ સહિત છ અન્ય શખ્સો નીચે ઉતર્યા હતા. તેમની પાસે લાકડાના ધોકા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મનમોહનસિંહે જોખમ જણાતાં પોતાની કારના દરવાજા અંદરથી બંધ કરી દીધા હતા, પરંતુ હુમલાખોરોએ કારના કાચ તોડી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    ફરિયાદ મુજબ કારના તૂટેલા કાચમાંથી લાકડાના ધોકા વડે મનમોહનસિંહને માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમના જમણા હાથના ભાગે ઈજા થઈ હતી. હુમલાખોરોએ કારના કાચ ઉપરાંત કારના અન્ય ભાગોમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.હુમલા દરમિયાન મનમોહનસિંહ પોતાની કાર હંકારી ત્યાંથી બચી નીકળ્યા હતા અને સીધા લાલપુર પોલીસ મથકે પહોંચ્યા હતા.

    આ બનાવ અંગે લાલપુર પોલીસે ફરિયાદના આધારે જે.ડી. સિક્યુરિટીના હેડ સહિત કુલ સાત શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં મારપીટ કરી ઈજા પહોંચાડવી, હથિયાર કે સાધન વડે ઈજા પહોંચાડવી, રસ્તો રોકવો, ગેરકાયદે ટોળું રચવું, ટોળાના સભ્યો દ્વારા ગુનો કરવો, મિલકતને નુકસાન પહોંચાડવું તથા ધમકી આપવી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.

    લાલપુર પોલીસે બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ઓળખ, હુમલામાં વપરાયેલી કાળા રંગની સ્કોર્પિયો કારની વિગતો તેમજ સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદ પાછળના સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે વધુ તપાસ પોલીસ અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Next Article Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026
    જામનગર

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    જામનગર

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026
    જામનગર

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    જામનગર

    Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 20:44
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.