Jamnagar, તા.૧
Jamnagarમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ૬૫-૬૬ વર્ષની વયના બે વૃદ્ધોએ ૧૨ વર્ષની માસૂમ સગીરા સાથે પાપની હદ વટાવી દીધી છે. સગીરા ગર્ભવતી બન્યા બાદ તેણે મૃત ભ્રૂણને જન્મ આપતા આ સમગ્ર કાળું કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jamnagar શહેરમાંથી માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે દાદાની વયના નરાધમોએ એક ૧૨ વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ બંને વૃદ્ધો અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા રહ્યા હતા, જેના કારણે માસૂમ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આટલી લાંબી ક્રૂરતા બાદ જ્યારે સગીરાએ એક મૃત ભ્રૂણને જન્મ આપ્યો, ત્યારે આ બંને નરાધમોનું પાપ દુનિયા સામે આવ્યું હતું. બનાવની ગંભીરતાને જોતા પરિવાર અને પોલીસ ચોંકી ઊઠ્યા હતા. પીડિત સગીરાની સ્થિતિ અને સમગ્ર ઘટનાને લઈને સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતા જ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે બંને વૃદ્ધ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
૧૨ વર્ષની સગીરા સાથે આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધમાં પોલીસે હાલ બંને વૃદ્ધોને સળિયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ સવાલ એ થાય છે કે, સમાજમાં આવા નરાધમો ક્યાં સુધી માસૂમ બાળકીઓનું જીવન બરબાદ કરતા રહેશે? આ કેસમાં પોલીસ દ્વારા કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

