ઓપનAIના એજન્ટ્સે પહેલી વખત અમેરિકાના સરકારી વિભાગોની સુરક્ષા તોડીને તેની વેબસાઈટ્સમાં ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું
New York, તા.૨૮
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ક્ષમતાઓ અંગે ટેન્કોલોજી નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે ત્યારે હવે તેના જોખમો સામે આવી રહ્યા છે. ઓપનએઆઈના એજન્ટ્સે પહેલી વખત અમેરિકાના સરકારી વિભાગોની સુરક્ષા તોડીને તેની વેબસાઈટ્સમાં ઘૂસણખોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતાં જ ઓપનએઆઈએ તેના નવા મોડેલ્સની તાલિમ પડતી મૂકવી પડી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ઓપનએઆઈના એજન્ટ્ેસે યુઝર્સના સવાલોના જવાબ શોધતા અમેરિકાની સરકારી વેબસાઈટ્સનો ડેટા કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને કંપનીને તેની જાણ પણ નહોતી. એઆઈ એજન્ટ્સે શિક્ષણ વિભાગ, કોમર્સ ડિપાર્ટમેન્ટ અને શેરબજારની નિયમનકારી સંસ્થા એસઈસીની વેબસાઈટ્સમાંથી ડેટા ચોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેમને તેમાં નિષ્ફળતા મળી હતી.કોમર્સ ડિપાર્ટમેન્ટની સેન્સસ બ્યૂરો વેબસાઈટ્સે ઓનલાઈન મળેલા લોગીન આઈડી-પાસવર્ડનો ઉપયોગ કર્યો. એસઈસીની વેબસાઈટમાંથી પબ્લિક ડેટા લઈને ઓનલાઈન ફોરમ પર શૅર કરાયો હતો.
એઆઈ કંપની ટ્રાન્સલૂસના અધિકારી કોનરાડ સ્ટોસ્જે કહ્યું કે, ઓપનએઆઈના એજન્ટ્સે નિયમોનો ભંગ કરી અમેરિકન નેવાી અને વ્હાઈટ હાઉસની ઓફિસ સહિત અનેક સરકારી વેબસાઈટ્સની માહિતી એકત્ર કરી હતી.દરમિયાન અનિયંત્રિત એઆઈ એજન્ટ્સ દ્વારા અમેરિકન સરકારી વેબસાઈટ્સમાં ઘૂસણખોરીના પ્રયાસોના અહેવાલોના પગલે ઓપનએઆઈએ તેના નવા મોડેલની તાલિમ પડતી મૂકવી પડી હતી. કંપનીએ જણાવ્યું કે, તેના એઆઈ એજન્ટ્સે ફેડરલ સરકારની વેબસાઈટ્સ સર્ચ કર્યાની કેટલીક ઘટનાઓ સામે આવતા કંપની એઆઈ મોડેલ્સની તાલિમની સમીક્ષા કરી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે એઆઈ એજન્ટ્સને સરકારી વેબસાઈટ્સમાંથી માહિતી મેળવવાનો કોઈ નિર્દેશ નહીં આપવા છતાં તેમણે આ કામ કર્યું હતું.કંપનીએ ઉમેર્યું કે, નવા એઆઈ મોડેલ્સની તાલિમ હાલ અટકાવી દેવાઈ છે.
હવે વધારાની સુરક્ષા મૂકાઈ હોવાનો વિશ્વાસ થયા પછી જ નવા મોડેલ્સની તાલિમ ફરી શરૂ કરાશે. એઆઈ એજન્ટ્સને તેની પોતાની રીતે કામ કરતા રોકવા માટે એઆઈ લેબ્સ પર કાયદા ઘડનારા અને ટેન્કોલોજી નિષ્ણાતો તરફથી એઆઈનું ડેવલપમેન્ટ ધીમું કરવાનું દબાણ છે. ઓપનએઆઈએ ત્રણ મહિનામાં બીજી વખત તેના મોડેલ્સનું ડેવલપમેન્ટ અટકાવવું પડયું.

