(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૮ઃ
વાવડી રોડ પર શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય યુવાન માનસિક બીમારીથી પીડાતો હતો અને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર શ્રદ્ધા પાર્ક શેરી નં ૨ ના રહેવાસી વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાની રૂમમાં પોતાની જાતે છતમાં લગાવેલ હુક સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન છ માસથી માનસિક બીમારીથી પીડાતો હતો અને અલગ અલગ હોસ્પીટલમાં દવા ચાલુ હત છતાં સારું થયું ના હતું જેથી માનસિક બીમારીથી મનમાં લાગી આવતા યુવાને આયખું ટુંકાવ્યું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

