(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૮ઃ
પીપળી નજીક આવેલ સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ૧૯ વર્ષીય યુવતીનું કોઈ કારણોસર મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ ડેકોર ગોલ્ડ આર્ટ ફેક્ટરીની લેબર કોલોનીમાં રહીને કામ કરતા સુનીતાબેન ચેનસિંગ મેઘવાલ (ઉ.વ.૧૯) નામની યુવતી ગત તા. ૨૭ ના સાંજે સાતેક વાગ્યે લેબર કોલોનીમાં હોય ત્યારે કોઈ કારણોસર મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મોતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

