Rajkot તા.૨૯ઃ
Rajkot શીતલબેન વિજયભાઇ દલસાણીયાએ તેમના પતિ સાથે નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લી. (મેકસ બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લી.) પાસેથી પર્સનલ એકસીડન્ટ પ્લાન પોલીસી તા. ૭-૨-૨૦૨૩ થી તા. ૬-૨-૨૦૨૬ના સમયગાળાની હેલ્થ પોલીસી મેળવેલ હતી. ત્યારબાદ આ કામના ફરીયાદી અકસ્માતે પડી જતા અને પગમાં ગંભીર ઇજા થતા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે તા. ૧૬-૩-૨૦૨૫થી તા. ૧૮-૩-૨૫ સુધી હોસ્પિટલમાં અંદર દર્દી તરીકે દાખલ થઇ ઓપરેશન કરાવેલ અને જરૂરી સારવાર મેળવેલ.
જે સંદર્ભે સામાવાળા સાથે થયેલ પોલીસી કરાર અને શરતોને આધીન ટેમ્પરરી ટોટલ ડીસેબીલીટીના લાભ સાથે રૂા.પ,૪૦,૦૦૦ સામાવાળ વીમા કંપની સામે કલેઇમ નોંધાવેલ પરંતુ વીમા કંપનીએ યોગ્ય વેપાર નીતિ રીતિ અપનાવીને ફરીયાદીને નિયત સમય મર્યાદામાં વિલંબ અને ઇન્કારી દાખવતા ઇરડા જોગવાઇનો ભંગ કરતા આ કામના ફરીયાદીએ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) સમક્ષ ફરીયાદ કરતા જે ફરીયાદ ચાલી જતા ગ્રાહક તકરાર નિવારણ આયોગએ નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લી.ને રૂા.૫,૪૦,૦૦૦ ટીટીડીની રકમ તેમજ રૂા.૫,૦૦૦ ખર્ચની રકમ ફરીયાદીને બે માસમાં ચુકવણી અને તેમાં સામાવાળા નિષ્ફળ જાય તો ૯%ના વ્યાજ સાથે કુલ રકમ મેળવવા ફરીયાદી હકકદાર રહેશે. તેવો હુકમ ફરમાવેલ છે.
અરજદાર શીતલબેન વિજયભાઇ દલસાણીયા વતી તેમના એડવોકેટ તરીકે વિજય એન. ગોહેલ દ્વારા ધારદાર દલીલો અને રજુઆતો કરવામાં આવેલ જેથી અરજદારને વળતર પેટેની રકમ રૂપિયા પ,૪૦,૦૦૦ની રકમ ચુકવવાનો હુકમ ફરમાવેલ જેમાં ફરીયાદી પક્ષે એડવોકેટ વિજય એન. ગોહેલ રોકાયેલ હતા.

