(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯ઃ
બગસરા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાં અજાણ્યા ચોર ઇસમેં તાળું તોડી કોપરના કેબલ વાયરની ચોરી કરી હતી આશરે રૂ ૭૮ હજારના કેબલ વાયરની ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
માળિયા તાલુકાના વવાણીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભાઈ મેઘુભા પરમાર (ઉ.વ.૪૫) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ ના રાત્રીથી તા. ૨૪ ના સવાર દરમિયાન અજાણ્યા ચોર ઇસમેં બગસરા ગામની સીમમાં ટોક વિસ્તારમાં આવેલ પવનચક્કી નંબર ૩૬ માં તાળું તોડી પવનચક્કીના ઇલેક્ટ્રિક કોપરના ૨૪૦ સ્ક્વેર એમ.એમ. ના કેબલ વાયર આશરે ૨૬૦ મીટર કીમત અંદાજે રૂ ૭૮,૦૦૦ કાપી ચોરી કરી ગયા છે માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

