(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯ઃ
જુના ઘૂટું રોડ પરથી ઇકોમાં મામા અને ભાણેજ જતા હતા ત્યારે આઈ ૨૦ કારના ચાલકે ઇકો કારને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ઇકો કારમાં સવાર મામા-ભાણેજને ઈજા પહોંચી હતી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના વિસીપરા પંચની માતા પાસે રહેતા જગદીશભાઈ મનુભાઈ જીન્જુવાડિયા (ઉ.વ.૨૬) વાળાએ આઈ ૨૦ કાર યુપી ૪૨ બીક્યું ૦૫૨૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રોજ ફરિયાદી જગદીશ તેમજ ભાણેજ હિતેશ ધીરૂભાઈ પાટડીયા બંને ભાણેજ રાહુલભાઈની ઇકો કાર જીજે ૩૬ એપી ૭૫૯૩ લઈને રાત્રીના સાડા દશેક વાગ્યે જુના ઘૂટું રોડ પર પુનમ ઇન્ડસ્ટ્રીઝ પાસે પહોંચતા આઈ ૨૦ કાર યુપી ૪૨ બીકયું ૦૫૨૯ ના ચાલકે પુરઝડપે પોતાની કાર ચલાવી ઇકો કારને સંમેથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ઇકો કારમાં સવાર હિતેશભાઈને ડાબા હાથના ખંભા પાસે અને પગના સાથળમાં તેમજ ફરિયાદી જગદીશને મુંઢ ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

