(રવિ નિમાવત દ્વારા)
Wankaner તા.૨૯ઃ
Wankaner પંથકમાં બેફામ દોડતા ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહીની અવારનવાર માંગ ઉઠતી હોય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે આવો જ બનાવ બન્યો હતો જેમાં સરતાનપર નજીક પુરપાટ દોડતા ડમ્પર ચાલકે છકડો રીક્ષા સહીત ચાલકને હડફેટે લીધા હતા અને રિક્ષાચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી ડમ્પર રેઢું મૂકી ચાલક નાસી ગયો હતો
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના રહેવાસી બાબુભાઈ સતાભાઈ મુંધવા (ઉ.વ.૪૨) વાળાએ ડમ્પર જીજે ૩૬ વી ૯૩૧૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ ના રાત્રીના નવેક વાગ્યે ફરિયાદીના ભાઈ મુકેશભાઈ સતાભાઈ મુંધવા (ઉ.વ.૩૦) વાળા પોતાની છકડો રીક્ષા જીજે ૦૩ એક્સ ૪૯૫૨ લઈને સરતાનપર પાવર હાઉસ પાસે આવેલ પાનેલી ગામ તરફ જવાની ચોકડી પાસે પહોંચ્યા ત્યારે ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી છકડો રીક્ષા સહીત ફરિયાદીના ભાઈ મુકેશભાઈને હડફેટે લીધા હતા અકસ્માતમાં મુકેશભાઈને શરીરે માથામાં બંને હાથે પગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને ડમ્પર રેઢું મૂકી ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

