(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૯ઃ
ગ્રાહક અદાલતમાં ચાલતા કેસોમાં વિલંબ મામલે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે જે પત્રમાં જણાવ્યું છે કે ગ્રાહકને ઝડપી ન્યાય મળે તે જરૂરી છે ગ્રાહક અદાલતમાં ઝડપથી કેસ ચાલે તે જરૂરી છે પરંતુ અહી પાંચ-છ વર્ષ સુધી કેસ ચાલતા હોય છે જીલ્લા ગ્રાહક અદાલતમાં કેસ જીતી ગયા બાદ સામેની પાર્ટી સ્ટેટ કમીશનમાં જાય અને રાજ્ય તકરાર નિવારણ આયોગમાં ગ્રાહકની ઉમર થઇ જાય એટલે કે મૃત્ય પામે ત્યાં સુધી કેસ ચાલતા નથી પાંચ છ વર્ષ સુધી કેસનો કોઈ નિવેડો આવતો નથી જેથી ગ્રાહકોનો વિશ્વાસ ઉઠી જાય છે
સ્ટેટ કમીશનમાં સાત આઠ મહિનાની તારીખો આપવામાં આવે છે રાજ્યમાં છત્રીસ ગ્રાહક અદાલત છે તેમાં ફક્ત નવ જ ન્યાયમૂર્તિ છે અને ન્યાયમૂર્તિ પાસે પાંચ પાંચ જીલ્લાના ચાર્જ છે સાથે ન્યાયતંત્રમાં ભરતી થતી નથી મોરબી જીલ્લામાં ગ્રાહક અદાલત બંધ થતા તેના હજુ ઘણા કેસો જામનગર ગ્રાહક અદાલતમાં છે ત્યાંથી રાજકોટ આવેલ નથી સ્ટેટ કમીશનમાં અવારનવાર રજૂઆત છતાં કોઈ જવાબ આપવા તૈયાર નથી મોરબી જીલ્લા તકરાર નિવારણ આયોગ હાલ રાજકોટ ચાલે છે અને વ્યવસ્થિત ચાલે છે ત્યાં ગ્રાહકના હિતમાં જે વોરંટ નીકળે છે તે પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી સમય મર્યાદામાં વોરંટ બજતું નથી જેથી ગ્રાહકે જીતેલા કેસ નીકળી જાય છે જો ગૃહ વિભાગને સુચના આપવામાં આવે કે પોલીસ ખાતા તરફથી વોરંટ સમય મર્યાદામાં બજાવવામાં આવે તો ગ્રાહક યોજના સફળ થાય
બે વર્ષ સુધી ગ્રાહકોના કેસ ચાલે અને ન્યાયમૂર્તિ ગ્રાહકના હિતમાં વોરંટ કાઢે પરંતુ પોલીસ વિભાગ સમય મર્યાદામાં વોરંટ બજવણી ના કરે તો કેસ લંબાય છે અને ગ્રાહકોને ભોગવવું પડે છે જેથી આ તમામ બાબતો ધ્યાને લઈને ગ્રાહકના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

