(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૩૦ઃ
Morbiમાં રહેતા યુવાને પોતાના મિત્રને દેશી કટ્ટો કારતુસ સાથે સાચવવા આપ્યો હતો તેમજ દેશી કટ્ટો લઈને યુવાન વિસીપરામાં બેસવા ગયો હતો જ્યાં પેન્ટના નેફામાં દેશી કટ્ટો (બંદુક) મુકવા જતા મિસ ફાયર થતા યુવાનને જાંધના ભાગે ગોળી લાગતા ઈજાગ્રસ્ત યુવાનને મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો છે પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડાએ આરોપીઓ આશિષ હેમંત આદ્રોજા રહે રવાપર રોડ મોરબી અને રાજેશ ખીમજી પરમાર રહે વિસીપરા મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રાત્રીના દસેક વાગ્યે પોતાની પાસે રહેલ દેશી બંદુકમાંથી સ્વયં ફાયર થતા યુવાનને ડાબી જાંધમાં ઈજા થઇ હોવાની વર્ધી મળતા ફરિયાદી તેની ટીમ સાથે રાજોક્ત હોસ્પિટલ નિવેદન લેવા ગયા હતા ઈજા પનારે હકીકત જણાવી હતી કે પંદરેક દિવસ પહેલા પોતાનો મિત્ર આશિષ હેમંત આદ્રોજા પોતાની સાથે દેશી બંદુક લઈને લાયન્સનગર સરમરીયા દાદા મંદિર પાસે આવ્યો અને રાજેશ પરમારને આપતા કહ્યું દેશી બંદુક તારી પાસે રાખ મારે જરૂર પડશે ત્યારે તારી પાસેથી લઇ જઈશ જેથી દેશી બંદુક જેમાં એક જીવતો કારતુસ હતો તેને આપતા રાજેશે પોતાના ઘરે સંતાડી રાખી દીધો હતો
તા. ૨૮ ના રોજ દેશી બંદુક સાથે પોલીસ પકડી જવાની બીક લાગતા બંદુક કારતુસ સાથે લઇ રાજેશ પરમાર તેના મિત્ર અરવિંદ બઘેલ સાથે વિસીપરામાં આવેલ સીટીઝન ફેક્ટરી બહાર ખુલ્લા પ્લોટમાં બેસવા ગયા હતા જ્યાં દેશી બંદુક કાઢી જમીન પર સાઈડમાં મૂકી હતી બાદમાં દસેક વાગ્યે ઘરે જવા નીકળતા દેશી કટ્ટો જમીન પર રાખ્યો હતો તે લઈને નેફામાં રાખવા જતા દેશી બંદુકમાંથી ફાયર થતા છરા રાજેશને ડાબી બાજુની જાંધમાં લાગતા લોહી નીકળી ચક્કર આવતા મિત્ર બાઈકમાં બેસાડી મોરબી આયુષ હોસ્પિટલ સારવાર માટે લઇ ગયો હતો બાદમાં ક્રિશ્ના હોસ્પિટલ વધુ સારવાર માટે લઇ ગયા હતા અને ડોકટરે જોઈ તપાસી રાજકોટ લઇ જવાનું કહેતા રાજકોટ સ્ટર્લીંગ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો
આમ આશિષ આદ્રોજા રહે મોરબી રવાપર રોડ વાળાએ ગેરકાયદેસર હથિયાર દેશી બંદુક પોતાના મિત્ર રાજેશ પરમારને સાચવવા આપ્યું હતું અને રાજેશભાઈ પોતાની સાથે હથિયાર રાખી પોતાની કે બીજાની સુરક્ષા જોખમાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કરી ફાયરીંગ થતા રાજેશભાઈને ડાબી જાંધ પર ગંભીર ઈજા પહોંચી હતી મોરબી બી ડીવીઝન પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

