New Delhi, તા.૬
ભારતનું અમેરિકા સાથે ટ્રેડ ડીલ થાય કે ન થાય, પરંતુ ભારત બીજા દેશો સાથે ધડાધડ ટ્રેડ ડીલ કરી રહ્યુ છે. આવું જ એક ટ્રેડ ડીલ સ્વિટ્ઝરલેન્ડ સાથે કરવામાં આવ્યું છે. આ ડીલ હેઠળ સ્વિટ્ઝરલેન્ડ ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે અને ૧૦ લાખ નવી નોકરીનું સર્જન કરશે. સ્વિટઝરલેન્ડના પ્રમુખ ગાય પાર્મેલિનની મુલાકાત પછી બંને દેશ વ્યાપાર-રોકાણમાં વધારા સાથે એકબીજા સાથે કેટલાય ક્ષેત્રોમાં સહયોગ વધારવાની સહમતી વ્યક્ત કરી છે.ભારત અને સ્વિટ્ઝરલેન્ડના સંબંધોને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી અને સ્વિસ પ્રમુખ ગાય પાર્મેલિનની મુલાકાત પછી બંને દેશ વચ્ચે વ્યાપાર અને રોકાણ વધારવાની સાથે-સાથે કેટલાય બીજા ક્ષેત્રમાં સહયોગ વધારવા સંમતિ વ્યક્ત કરી છે.બંને દેશ વચ્ચે પાંચ મહત્ત્વની સમજૂતી પર સહીસિક્કા થયા છે. તેમા ભારતીય સામાન માટે સ્વિસ બજારમાં પહોંચ વધારવા, યુવાનો સાથે આદાનપ્રદાન, પરિવહન અને મોબિલિટીની સાથે-સાથે ડિફેન્સ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા સાથે સંલગ્ન નિર્ણયો સામેલ છે. પાર્મેલિને તેમના ત્રણ દિવસના પ્રવાસનો આજથી પ્રારંભ કર્યો. તેમનો ભારતનો સૌપ્રથમ સરકારી પ્રવાસ છે.મોબિલિટી અને માઇગ્રેશન સમજૂતીની સાથે-સાથે બંને પક્ષે વધુ ચાર સમજૂતીઓ કરી. તેમા યંગ પ્રોફેશનલ્સ એક્સ્ચેન્જ સ્કીમ અને ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી, મોબિલિટી સિસ્ટમ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પર સહયોગને પ્રોત્સાહન આપવાની ડીલ સામેલ છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીય નિકાસ માટે માર્કેટ એક્સેસ વધારવા અને બંને દેશ વચ્ચે રોકાણને વધુ સરળ બનાવવા માટે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા. સ્વિટ્ઝરલેેન્ડ યુરોપમાં ભારતનું સૌથી મોટું આર્થિક ભાગીદાર છે. ૩૩૦થી વધુ સ્વિસ કંપનીઓ ભારતમાં એન્જિનિયરિંગ, સર્વિસિઝ, પ્રીસિઝન ઇન્સ્ટ્્રુમેન્ટ્સ, કેમિકલ્સ અને ંફાર્માસ્યુટિકલ્સ જેવા સેકટરોમાં કામ કરી રહી છે. જ્યારે કેટલીય ભારતીય કંપનીઓ સ્વિટ્ઝરલેન્ડમાં આઇટી, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરી સેક્ટરમાં કાર્યરત છે. સ્વિસ લીડરે જણાવ્યું હતું કે ટ્રેડ રિલેશનને પ્રોત્સાહન આપવું તે વાતચીતનું મુખ્ય ફોકસ હતું. પાર્મેલિને જણાવ્યું હતું કે સ્વિટ્ઝરલેન્ડને આશા છે કે ભારતીય અર્થતંત્રના જુદાં-જુદાં સેક્ટરોમાં રોકાણનો પ્રવાહ સરળ બનાવવા માટે તે ટૂંક સમયમાં ભારત સાથે એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોટેકશન એગ્રીમેન્ટ કરશે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે ટીઇપીએ ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન્સ, જોબ્સ અને શેર્ડ પ્રોસ્પેરિટી માટેની એક મહત્ત્વાકાંક્ષી બ્લુ પ્રિન્ટ છે. તેના દ્વારા આપણે આગામી ૧૫ વર્ષોમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણની સાથે ૧૦ લાખ રોજગારીનું પણ સર્જન થશે.

