‘માતૃભૂમિ’માં સલમાન ખાનની સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે
Mumbai, તા.૭
Salman Khanની ફિલ્મ ‘માતૃભૂમિ’ની થિયેટર રિલીઝનો માર્ગ હવે મોકળો થયો છે. અગાઉ ‘બૅટલ ઑફ ગલવાન’ નામે જાહેર થયેલી આ ફિલ્મને આ વર્ષે ‘માતૃભૂમિ’ નામ આપવામાં આવ્યું હતું. ફિલ્મ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે થયેલા ગલવાન સંઘર્ષની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. અહેવાલ મુજબ ફિલ્મની સામગ્રી અને તેમાં ચીનના ઉલ્લેખને લઈને સરકારી સ્તરે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે તેની રિલીઝમાં વિલંબ થયો હતો.
આ અંગેના અહેવાલ મુજબ ફિલ્મના નિર્માતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારેલા વર્ઝનથી માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓને સંતોષ થયો છે. ત્યારબાદ ગયા અઠવાડિયે ફિલ્મને થિયેટર રિલીઝ માટે ર્દ્ગંઝ્ર (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) આપવામાં આવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અહેવાલ મુજબ સરકારી સૂચનાઓ બાદ ફિલ્મમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે.
સુત્રના જણાવ્યા અનુસાર ‘માતૃભૂમિ’નું નવું વર્ઝન મૂળ આવૃત્તિ કરતાં ઘણું અલગ છે. તેમાં ભારત અને ચીનના સંબંધોને પણ સકારાત્મક દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યા છે. હવે ફિલ્મની રિલીઝ માટે આગામી મહત્વનું પગલું સેન્સર પ્રક્રિયા છે. અહેવાલ અનુસાર નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર) સમક્ષ રજૂ કરશે. જો ઝ્રમ્હ્લઝ્રની પ્રક્રિયા આ મહિનામાં પૂર્ણ થાય તો સલમાન ખાન અને તેમની ટીમ ૧૩ નવેમ્બરે ફિલ્મને સિનેમાઘરોમાં લાવવાનો વિચાર કરી રહી છે. જોકે અંતિમ રિલીઝ તારીખ અંગે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
‘માતૃભૂમિ’માં Salman Khanની સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. ૨૦૨૦ના ગલવાન સંઘર્ષની પૃષ્ઠભૂમિને કારણે ફિલ્મની જાહેરાત બાદથી જ તેના કન્ટેન્ટને લઈને રસ રહ્યો છે. હવે સરકારી ર્દ્ગંઝ્ર મળ્યા બાદ ફિલ્મની થિયેટર રિલીઝની પ્રક્રિયા આગળ વધી છે, જોકે અંતિમ નિર્ણય ઝ્રમ્હ્લઝ્રની મંજૂરી બાદ જ થશે.

