Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    Ahmedabad: ગોતામાં માર્બલના બિઝનેસમેન દંપતી સાથે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી
    • Ahmedabad: ગોતામાં માર્બલના બિઝનેસમેન દંપતી સાથે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી
    • ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
    • Ahmedabadની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી
    • Vrindavan: ટેન્કમાં સફાઈ વખતે ઝેરીલો ગેસ લીક થતાં ૪ વિદ્યાર્થિનીના મોત
    • ભાષણો પૂરા થઈ જાય છે, પરંતુ કામ કાયમ રહે છે : Mohan Bhagwat
    • Vrindavan: પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાત સંપૂર્ણપણે આસ્થા, શ્રદ્ધા અને સન્માન સાથે જોડાયેલી છે
    • જનતાનો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિઃ Pm Modi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી
    આંતરરાષ્ટ્રીય

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૭

    અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન( નાસા)ના પ્રથમ Hubble Space Telescope (એચ.એસ.ટી.) ૨૦૨૬ની ૧૯, સપ્ટેમ્બરે પૃથ્વીની ૨,૦૦,૦૦૦ ( બે લાખ) પ્રદક્ષિણા પૂરી કરી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપે છેલ્લાં ૩૬ વર્ષથી અંતરિક્ષનાં રહસ્યો અને આશ્ચર્યોનો તાગ મેળવવામાં ઉજળી સફળતા મેળવી છે.નાસાએ ૧૯૯૦ની ૨૪, એપ્રિલે હબલ સ્પેસ ટેલિસ્કોપને પૃથ્વીથી ૪૮૩ કિલોમીટરના અંતરે તરતું મૂક્યું છે.

    Hubble Space Telescope તરતું મૂકવાનો મૂળ હેતુ બ્રહ્માંડનો જે ગતિએ અને સતત વિસ્તાર થઇ રહ્યો છે તેનો ગહન અને સચોટ સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે.ગેલેક્સીઝ એકબીજીથી દૂર દૂર જઇ રહી છે તેવું અદભુત સંશોધન (૧૯૨૦) કરનારા મહાન અમેરિકન ખગોળશાસ્ત્રી એડવીન હલબના સન્માનમાં નાસાએ આ ટેલિસ્કોપનું નામ હબલ સ્પેસ ટેલિસ્કોપ રાખ્યું છે.હબલ સ્પેસ ટેલિસ્કોપે છેલ્લાં ૩૬ વર્ષથી બ્રહ્માંડની અતિ દૂરની ગેલેક્સીઝ (આકાશગંગા), નેબ્યુલા( નિહારીકા), સોલાર સિસ્ટમ્સ( સૌર મંડળ), એક્ઝો પ્લેનેટ્‌સ( આપણા સૂર્યમંડળ બહારના ગ્રહો)વગેરેની પણ યાદગાર શોધ કરી છે.નાસાનાં સૂત્રોાએ એવી માહિતી આપી છે હબલ સ્પેસ ટેલિસ્કોપ કે પૃથ્વીથી અતિ અતિ દૂરના અંતરના એક સુપરનોવા(આપણા સૂર્ય કરતાં પાંચ- છ ગણા મોટા તારાનું મૃત્યુ થાય ત્યારે થતી વિસ્ફોટની ઘટનાને ખગોળશાસ્ત્રની ભાષામાં સુપરનોવા કહેવાય છે) નું નિરીક્ષણ કરતું હતું તે દરમિયાન તેણે પૃથ્વીની ૨,૦૦ ,૦૦૦ પ્રદક્ષિણા પૂરી કરી છે.

    બીજા શબ્દોમાં કહીએ તો ૧૯, સપ્ટેમ્બરે હબલ સ્પેસ ટેલિસ્કોપે પૃથ્વી ફરતે આઠ અબજ કિલોમીટરનો અતિ દીર્ઘ પ્રવાસ પણ પૂરો કર્યો છે.ગૌરવની બાબત તો એ છે કે હબલે તેની ૩૬ વર્ષની ઉજળી યાત્રા દરમિયાન અનંત, અફાટ, અજીબોગરીબ બ્રહ્માંડમાં ૧૭ લાખ પ્રકારનાં વિવિધ નિરીક્ષણો પણ કરીને ખગોળવિશ્વને પૃથ્વીથી નજીકના તારાથી લઇને અતિ અતિ દૂરની આકાશગંગાઓની અદભુત ઇમેજીસ(છબી)ની ભેટ આપી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ હજી ૨૦૩૦ના અંત સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે.હબલ સ્પેસ ટેલિસ્કોપ અંતરિક્ષમાં ૨૭,૦૦૦ કિલોમીટર( પ્રતિ કલાક) ની અતિ તીવ્ર ગતિએ એક દિવસમાં પૃથ્વીની ૧૫ પ્રદક્ષિણા પૂરી કરે છે. હબલને પૃથ્વીનું એક ચક્કર પૂરું કરતાં ૯૦ મિનિટ થાય છે. આમ તો નાસાએ હબલ સ્પેસ ટેલિસ્કોપને ૧૫ વર્ષ માટે જ કાર્યરત કર્યું હતું.

    જોકે હબલે ૧૫ વર્ષની કામગીરી દરમિયાન પહેલી જ વખત બ્રહ્માંડનાં અજીબોગરીબ આશ્ચર્યોનો અને રહસ્યોનો તાગ મેળવ્યો. પરિણામે નાસા સહિત વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓને બ્રહ્માંડ વિશે પહેલી જ વખત વિશિષ્ટ માહિતી મળી.ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટી.આઇ.એફ.આર.- મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્ર અને નાસા – ઇસરોના સહિયારા અનુરાધા પ્રોજેક્ટ(૧૯૮૫)ના વિજ્ઞાાની ડો. મયંક વાહિયાએ ગુજરાત સમાચારને કહ્યું હતું કે હબલ સ્પેસ ટેલિસ્કોપના સંશોધનથી વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓને પહેલી જ વખત બ્રહ્માંડનાં રહસ્યોનો અને આશ્ચર્યોનો પહેલી જ વખત ખ્યાલ આવ્યો છે. આ દ્રષ્ટિએ હબલે ખગોળશાસ્ત્રીઓના અંતરિક્ષ વિશેના જ્ઞાાનનો એમ કહો કે ખજાનો આપ્યો છે.

    Hubble Space Telescope
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRussia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો
    Next Article Rahul Gandhi સાથે ઝપાઝપીના દૃશ્યો જોઈ ભડક્યાં શશિ થરુર
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    રાષ્ટ્રીય

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને

    October 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ, ૧૦ લાખ નોકરીનુ સર્જન

    October 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Russiaની પ્લેગ લેબના ૨૮ વર્ષીય મહિલા વૈજ્ઞાનિકનું ‘અજ્ઞાત’ ઈન્ફેક્શનથી મોત

    October 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹213,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-10-2026 20:14
    Categories
    Latest News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    Ahmedabad: ગોતામાં માર્બલના બિઝનેસમેન દંપતી સાથે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    Ahmedabadની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 7, 2026

    Vrindavan: ટેન્કમાં સફાઈ વખતે ઝેરીલો ગેસ લીક થતાં ૪ વિદ્યાર્થિનીના મોત

    October 7, 2026

    ભાષણો પૂરા થઈ જાય છે, પરંતુ કામ કાયમ રહે છે : Mohan Bhagwat

    October 7, 2026
    Search
    Main News

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    નાસાના Hubble Space Telescope ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    Ahmedabad: ગોતામાં માર્બલના બિઝનેસમેન દંપતી સાથે ૪૭.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો,રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.