Ahmedabad, તા.૮
શહેરમાં સાયબર ક્રાઈમના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે સરકારી અધિકારીઓ પણ સાયબર ઠગોના નિશાના પર આવ્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં સેવા આપતા નાયબ મામલતદાર સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તેમના ઈન્ડિયન બેંકના ખાતામાંથી ઠગોએ રૂ. ૨,૬૨,૪૦૯ની રકમ બારોબાર ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, નિકોલ હરીદર્શન ચોકડી નજીક ગેલેક્ષી બંગ્લોઝમાં રહેતા અને કલેક્ટર કચેરી સુભાષબ્રિજ ખાતે એલિયન રિકવરી શાખામાં નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા કેયુર અરવિંદભાઈ ત્રિવેદી (ઉં.વ. ૫૭)ગત તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન બપોરના આશરે બે વાગ્યા આસપાસ તેમના મોબાઈલ પર અચાનક અજાણ્યા નંબરો પરથી અલગ-અલગર્ ં્ઁ વાળા મેસેજ આવવાના શરૂ થયા હતા. બે તબક્કામાં નાણાં ઉપડી ગયાર્ ં્ઁ મેસેજ આવ્યાના તુરંત બાદ, તેમના નરોડા હરિદર્શન સ્થિત ઈન્ડિયન બેંકના ખાતામાંથી તેમની કોઈપણ પરવાનગી કે જાણ વગર બે તબક્કામાં કુલ રૂ. ૨,૬૨,૪૦૯ કપાઈ ગયા હતા. જેમાં ટ્રાન્ઝેક્શન આઈડીથી પ્રથમ રૂ. ૧,૧૨,૭૯૬ અને ત્યારબાદ રૂ. ૧,૪૯,૬૧૩ની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી હતી. સાયબર ઠગાઈની જાણ થતાં જ કેયુરભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ રકમ એક્સિસ બેંકના એક ખાતામાં ટ્રાન્સફર થઈ છે. આ અંગે તેમણે નિકોલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા બેંક ખાતાધારક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

