Mumbai, તા.૮
ટીવી પ્રેઝન્ટર અને બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ શેફાલી બગ્ગાએ ચર્ચાસ્પદ મહાદેવ બેટિંગ એપ સિન્ડિકેટ પાસેથી મળેલી રકમ સ્વેચ્છાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)ને સોંપી દીધી છે. તપાસના ઈતિહાસમાં આ એક મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે, કારણ કે કદાચ આ પહેલો એવો મામેલો છે જ્યાં કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર સિન્ડિકેટમાંથી મળેલી ગુનાહિત આવક જાતે જ ઈડ્ઢને પરત કરી હોય.ઈડ્ઢ દ્વારા છત્તીસગઢની રાયપુર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, શેફાલી બગ્ગાને આ ગેરકાયદેસર એપના પ્રમોશનલ વીડિયો બનાવવા માટે કુલ ૧.૫ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ઈડ્ઢની પૂછપરછ બાદ બગ્ગાએ એજન્સીને વધારાના ૧.૨૦ કરોડ રૂપિયા પણ સોંપી દીધા છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે, ‘મને ખબર નહોતી કે આ એપ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે.’ ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર શેફાલી બગ્ગાની લાખોની સંખ્યામાં મોટી ફેન ફોલોઈંગ છે.ઈડ્ઢએ તાજેતરમાં ૪૨ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે,
જેમાં ઈહ્વૈટ ગ્રુપના ચેરમેન વિકાસ ગર્ગ પણ સામેલ છે. ગર્ગની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેની ૯૪૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપ છે કે ગર્ગ મહાદેવ સિંડિકેટના માસ્ટરમાઇન્ડ હરિશંકર તિબ્રેવાલના માધ્યમથી ગેરકાયદેસર નાણાં પોતાની કંપનીઓમાં પહોંચાડતો હતો અને શેરબજારમાં હેરાફેરી કરતો હતો. આ કેસમાં ઈટ્ઠજીસ્અ્િૈના પ્રમોટર નિશાંત પિટ્ટી પર પણ હરિશંકર તિબ્રેવાલ પાસેથી ૫૯ કરોડ રૂપિયાની ગુનાહિત આવક મેળવવાનો આરોપ છે.ઈડ્ઢની ચાર્જશીટ અનુસાર, મહાદેવ ઓનલાઈન સિંડિકેટમાં ગેરકાયદેસર આવક ૭૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છે અને આ આંકડો હજુ વધી શકે છે. આ કેસમાં સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિતના મુખ્ય પ્રમોટરો હજુ પણ ફરાર છે. અગાઉ પણ ઈડ્ઢ દ્વારા અનેક બોલિવૂડ હસ્તીઓ, અભિનેતાઓ અને ગાયકોને વિદેશી કાર્યક્રમો અને પ્રમોશનલ વીડિયો માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. હાલમાં ઈડ્ઢ આ મામલે અત્યાર સુધીમાં કુલ ૬ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.

