વિશાલ ઘીયા
Veraval તા.૧૦ઃ
Veraval શહેરમાં નવલાં નોરતા માં યુવા ખેલૈયાઓ અવનવા સ્ટેપ સાથે રમતા લોકોને મંત્રમુગ્ધ કરી શકે તેવું આયોજન સતત ૧૬ માં વર્ષે પણ કરવામાં આવેલ હોય આ અંગે કે.સી.સી.ગ્રાઉન્ડ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન ના પટેલ દામજીભાઈ ફોફંડી નગર પાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ,પૂર્વ નગર પાલિકા પ્રમુખ કિરીટભાઇ ફોફંડી,બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહિત તેમની ટીમ દ્વાર એક પત્રકાર પરિષદ યોજી વિગતો આપતા જણાવેલ કે જેમાં સર્વ સમાજના ખેલૈયાઓને વિનામુલ્યે રમાડવા માટે કેસીસી ગ્રાઉન્ડ ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવમાં અદભુત ડેકોરેશનના આયોજન કરવામાં આવેછે.
ગરબામાં હજારો ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમતા અદભુત નજારો જોવા મળનાર છે.વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન નાપટેલ દામજીભાઈ ફોફંડી,અધ્યક્ષ લખમભાઈ ભેંસલા,નગર પાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ,પૂર્વ નગર પાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોફંડી, કિરીટભાઇ ફોફંડી,બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સહિત સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગીલા રાસોત્સવનું આયોજનતા.૧૧ ઓક્ટમબર થી તા.૨૦ ઓકટોમ્બર સુધીકરવામાં આવેલ છે. આ રંગીલા રાસોત્સવ માં વેરાવળ તેમજ જિલ્લા અને જિલ્લા બહારગામથી પણ દરેક સમાજના ખેલૈયાઓ માતાજીના ગરબે રમવા ઉમટી પડે છે અને આ નજારો નિહાળવા લોકો પણ વિશાળ સંખ્યામાં જોવા મળી રહેલ છે.
તમામ સમાજને ખેલૈયાઓને વિના મુલ્યે પ્રવેશ આપી આ રાસોત્સવ માં પ્રોત્સાહિત કરવા ઈનામો પણ આપી રહેલ છે.વેરાવળ રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવવા તૈયારી ઓ પૂરી કરી હોય તેમ વેરાવળ શહેરમાં કેસીસી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓના અવનવા સ્ટેપથી લોકોને મંત્રમુગ્ધ કરનાર છે.નવલાં નોરતા માં ગ્રુપ રાસ સહિતની ગુરુ ગરબા શિરોમણિ સહિત જુદી-જુદી હરીફાઈ યોજાતી હોય તેના અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલનાર હોવાનું જણાવેલ .

