Ahmedabad, તા.૧૨
પંજાબના અમૃતસરમાં થયેલી મધુસુદન સિંહ ઉર્ફે મેડ સિંહની હત્યાના ચકચારી કેસમાં ગુજરાત છ્જી અને વલસાડ ર્જીંય્ને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. પંજાબ પોલીસની બાતમીના આધારે બંને એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરીને હત્યા કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓને વાપીમાંથી ઝડપી લીધા હતા. ત્યારબાદ ગુજરાત છ્જી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પંજાબ પોલીસની ટીમ ત્રણેય આરોપીઓનો કબજો મેળવી તેમને વધુ તપાસ માટે પંજાબ લઈ ગઈ હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એક આરોપીને ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, ૩જી ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અમૃતસરના લોહારકા રોડ પર આવેલા કાર વોશિંગ સેન્ટર નજીક મધુસુદન સિંહ ઉર્ફે મેડ સિંહ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પંજાબ પોલીસે આરોપીઓ અંગેની માહિતી દેશભરમાં આપી હતી. જે વિગતો ગુજરાત છ્જી સાથે પણ શેર કરી હતી.
ગુજરાત છ્જીના પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થ તથા શંકર ચૌધરી અને કે. કે પટેલ તથા હર્ષ ઉપાધ્યાયની ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી. તપાસમાં હત્યા કેસના ત્રણ વોન્ટેડ આરોપીઓ વાપી વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. આથી આરોપીઓની વિગતો વલસાડ ર્જીંય્ સાથે શેર કરવામાં આવી હતી. વલસાડ ર્જીંય્ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેયને ડિટેઇન કર્યા હતા. પકડાયેલા આરોપીઓમાં હરસિમરનજીત સિંહ ઉર્ફે સિમુસિંગા, ફતેહ સિંહ અને અરમાન સિંહનો સમાવેશ થાય છે. ત્રણેય પંજાબના તરનતારન જિલ્લાના સંગે ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત છ્જીએ તેમની પૂછપરછ દરમિયાન હત્યામાં કથિત ભૂમિકા, ઘટનાની રેકી અને અન્ય સંભવિત ગુનાહિત કડીઓ અંગે તપાસ કરી હતી. ત્યારબાદ પંજાબ પોલીસની ટીમે ત્રણેય આરોપીઓનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની વિવિધ તપાસ એજન્સીઓની કામગીરીથી આ હત્યા કેસની તપાસમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.

