‘સૂર્યા’માંથી સની દેઓલનો લૂક જાહેર થતાં જ તેમના ફેન્સ અને ફોલોઅર્સે આના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું
Mumbai, તા.૧૩
Sunny Deolની ક્રાઈમ થ્રિલર ‘સૂર્યા’નું મોશન પોસ્ટર આઉટ, આ દિવસે થશે રિલીઝ. અપકમિંગ ફિલ્મ ‘સૂર્યાઃ અંત સે આરંભ તક’માંથી સની દેઓલનો ફર્સ્ટ લૂક જાહેર કરી દેવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલા મોશન પોસ્ટરમાં સની દેઓલ અત્યંત દમદાર લૂકમાં નજરે પડી રહ્યા છે. પોસ્ટર જાહેર થતાં જ અભિનેતાના ફેન્સે આના પર પ્રતિક્રિયાઓ આપવાનું પણ શરૂ કરી દીધું છે.અપકમિંગ ફિલ્મ ‘સૂર્યાઃ અંત સે આરંભ તક’માંથી સની દેઓલનો ફર્સ્ટ લૂક જાહેર કરી દેવામાં આવ્યો છે.
જાહેર કરવામાં આવેલા મોશન પોસ્ટરમાં સની દેઓલ અત્યંત દમદાર લૂકમાં નજરે પડી રહ્યા છે. પોસ્ટર જાહેર થતાં જ અભિનેતાના ફેન્સે આના પર પ્રતિક્રિયાઓ આપવાનું પણ શરૂ કરી દીધું છે.બૉલિવૂડ અભિનેતા સની દેઓલ બૉક્સ ઑફિસ પર ફરી કબજો જમાવવાની તૈયારીમાં લાગી ગયા છે. તેની અપકમિંગ ફિલ્મમાંથી તેમનો પહેલો લૂક જાહેર કરવામાં આવ્યો છે. સોમવારે સની દેઓલે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની અપકમિંગ ફિલ્મનું ફર્સ્ટ મોશન પોસ્ટર શૅર કર્યું, જેને જોયા પછી અભિનેતાના ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો. આ મોશન પોસ્ટરમાં સની દેઓલ અત્યંત દમદાર લૂકમાં નજરે પડી રહ્યા છે.
આ ફિલ્મનું નામ ‘સૂર્યાઃ અંત સે આરંભ તક’ છે, જે આ જ વર્ષે સિનેમાઘરોમાં દસ્તક દેશે. મેકર્સે મોશન પોસ્ટરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ ૨૦ નવેમ્બરે ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.‘સૂર્યા’ના મોશન પોસ્ટરમાં સની દેઓલ વ્હાઇટ ટી-શર્ટમાં ગંભીર લુકમાં દેખાઈ રહ્યા છે. તેમની નજરો નમેલી છે, પરંતુ ચહેરા પર ઈન્ટેન્સ ઈમોશન જોવા મળી રહ્યા છે અને તેઓ સિગારેટ પીતા નજરે પડી રહ્યા છે. વધેલી દાઢી અને ચહેરા પરનો રોફ તેમના લૂકને વધુ કિલર બનાવી રહ્યો છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે આ અપકમિંગ ક્રાઈમ-થ્રિલરમાં સની દેઓલનો રોલ ભૂતકાળ અને વર્તમાનમાં ગૂંચવાયેલો હશે. ફિલ્મને લઈને મેકર્સે અન્ય વિગતો શૅર નથી કરી, પરંતુ દર્શકો સની દેઓલનો ધાંસુ લૂક જોઈને ચોક્કસપણે ઈમ્પ્રેસ છે.
યુઝર્સે પોસ્ટર જોતાં જ માની લીધું છે કે આ ફિલ્મ ખૂબ જ પાવરફુલ થવાની છે.‘સૂર્યા’માંથી સની દેઓલનો લૂક જાહેર થતાં જ તેમના ફેન્સ અને ફોલોઅર્સે આના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. એકે કોમેન્ટ કરતાં લખ્યું- ‘સની બિલકુલ કોઈ ઈન્ટરનેશનલ હીરો જેવા લાગી રહ્યા છે.’ એકે લખ્યું- ‘સની પાજી, અત્યંત જબરદસ્ત લૂક, અમે તમારી ફિલ્મની રાહ જોઈ રહ્યા છીએ. તુસ્સી ગ્રેટ હો પાજી, લવ યૂ સર.’ વધુ એકે લખ્યું – ‘આશા છે કે આ ‘બંટવારા ૧૯૪૭’ જેવી નહીં હોય.’ એકે લખ્યું- ‘આમાં સની દેઓલ ખૂબ જ અલગ લાગી રહ્યા છે.’

