(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૩ઃ
ભરતનગર ગામ નજીક ગાડીના ટાયરમાં પંચર પડી જતા બે યુવાનો પંપ વડે હવા પૂરતા હતા ત્યારે પુરપાટ જતી કારના ચાલકે બંને યુવાનોને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં બંને યુવાનને ઈજા પહોંચી છે પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
રાજકોટના મેટોડા જીઆઈડીસીના રહેવાસી રાહુલ કિરણભાઈ સવાસડીયા (ઉ.વ.૨૫) નામના યુવાને બલેનો કાર જીજે ૪ ઇપી ૨૪૧૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રાહુલ અને ચેતનસિંહ ગુલાબસિંહ જાડેજા બંને સ્વીફ્ટ કાર જીજે ૦૩ પીએમ ૪૦૦૪ લઈને જતા હતા ત્યારે મોરબીના ભરતનગર ગામ નજીક પંચર પડી જતા હવાના પંપથી હવા પૂરતા હતા ત્યારે બલેનો કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી રાહુલ અને ચેતનસિંહ બંનેને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં રાહુલને હાથમાં મુંઢ ઈજા તેમજ ચેતનસિંહને ડાબા હાથ અને છાતીમાં ઈજા પહોંચાડી પોતાની કાર લઈને ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

