ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૨.૪૬ લાખનો મુદામાલ કબ્જે લીધો
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૩ઃ
મોરબીના પંચાસર રોડ પર બંધ પ્લાસ્ટિક કારખાનામાં ઘરેલું વપરાશના ગેસના બાટલામાંથી ખાલી બોટલોમાં ગેસ રીફીલીંગ કરી ગેરકાયદેસર ગેસ કટિંગ કોભાંડ ઝડપી લઈને પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ આરોપીને ઝડપી લઈને ૨.૪૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે પંચાસર રોડ શિવમ હોલ પાછળ સાગર પ્લાસ્ટિક નામના બંધ કારખાનામાં રેડ કરી હતી જ્યાં આરોપીઓ યશ મનોજભાઈ ચૌહાણ, અમીર મનોજભાઈ ચૌહાણ, ધવલ મનોજભાઈ ચૌહાણ રહે ત્રણેય પારેખ શેરી ગ્રીન ચોક મોરબી તેમજ પ્રવીણ મનસુખ સારલા રહે મોરબી યમુનાનગર વાળા ચારેય ઈસમો ઘરેલું વપરાશના ઇન્ડેન ગેસના બાટલામાંથી ખાલી બોટલોમાં ઇલેક્ટ્રિક મોટર નળી નોઝલથી રીફીલીંગ કરી મનુષ્ય જિંદગી જોખમમાં મુકાય મૃત્યુ નીપજે તેમ મનુષ્યવધ કરવાની કોશિશ કરવાનું કૃત્ય કરતા હતા
ગેસ જવલનશીલ સળગી ઉઠે તેવું પ્રવાહી હોવાનું જાણવા છતાં ગ્રાહકોને આપવાના બાટલામાંથી ગેરકાયદેસર રીતે ગેસનું રીફીલીંગ કરી વિશ્વાસઘાત કરી વેચાણ કરવાના ઈરાદે ગેસનો જથ્થો મેળવી આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારીભર્યું કૃત્ય આચરી ગુનો કર્યો હતો પોલીસે સ્થળ પરથી ૫૪ નંગ બાટલા કીમત રૂ ૯૯,૦૦૦ છકડો રીક્ષા જીજે ૦૩ વી ૫૮૬૮ કિંત રૂ ૫૦ હાજર તેમજ ગેસ રીફીલીંગ માટે ઇલેક્ટ્રિક મોટર, નળી અને નોઝલ કીમત રૂ ૫૦૦૦, વજન કાંટો, પ્લાસ્ટિક બાટલા પર સીલ મારવા માટે કાગળ, ગ્રાહકોના બીલ નંગ ૨૯ અને હિસાબ લખેલ ૨ ચોપડા તેમજ રોકડ રૂ ૮૮૦૦, એકટીવા જીજે ૩૬ એક્યું ૫૯૮૪ કીમત રૂ ૫૦,૦૦૦ અને ૩ મોબાઈલ કીમત રૂ ૩૦,૦૦૦ સહીત કુલ રૂ ૨,૪૬,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
આરોપીઓ યશ ચૌહાણ, અમીર ચૌહાણ અને ધવલ ચૌહાણને ઝડપી લીધા છે આરોપી પ્રવીણ સારલાને ઝડપી લેવા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૦, ૨૮૭, ૨૮૮, ૩૧૬ (૫) તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ ૩,૪,૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

