(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૩ઃ
મોરબી એસઓજી ટીમે રફાળેશ્વર ગામના મકાનમાં રેડ કરી ૧ કિલો ૩૪૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને ૭૩ હજારથી વધુનો મુદામાલ કબજે લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ગામે રહેતા આરોપી દીપક ડાયાભાઇ ભંખોડીયાના મકાનમાં ગેરકાયદે ગાંજો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ગાંજાનો જથ્થો ૧ કિલો ૩૪૫ ગ્રામ કીમત ૬૭,૨૫૦ મળી આવ્યો હતો જે ગાંજાનો જથ્થો આરોપી ઈરફાન સંધી રહે વાવડી રોડ મોરબી વાળા પાસેથી મેળવી પોતાના મકાનમાં વેચાણ કરવા રાખ્યાની કબુલાત આપી હતી
એસઓજી ટીમે મકાનમાંથી ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦, ગાંજો વેચાણ કરી મેળવેલ રોકડ રૂ ૭૦૦, ગાંજો ભરવા માટે પ્લાસ્ટિક કોથળી, વજન કાંટો સહીત કુલ રૂ ૭૩,૧૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી દીપક ભંખોડીયાને ઝડપી લીધો છે અન્ય આરોપી ઈરફાન સંધી રહે વાવડી રોડ મોરબી વાળાનું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

