૧૮ વર્ષીય શ્રમિકના મોત પાછળ ફેક્ટરી સંચાલકોની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ
(ૠષિકેશ પંડયા દ્વારા)
Gondalતા.૩૦ઃ
Gondal તાલુકાના પાટીદડ ગામ પાસે આવેલી યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં તા. ૨૭ ઓક્ટોબરના રોજ બનેલી ગમખ્વાર દુર્ઘટનામાં ૧૮ વર્ષીય શ્રમિક ભદ્દેશ રમેશભાઈ બારૈયાનું મશીનમાં આવી જતાં કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ફેક્ટરી સંચાલકોની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ સાથે ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ લેખિત અરજી રજૂ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.
અરજીમાં જણાવ્યા મુજબ, શ્રમિક ચાલુ ફરજ દરમિયાન ડ્રમ પુલી (ટેલી પુલી) મશીનમાં આવી જતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મશીનરીની કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા, સેફ્ટી ગાર્ડ તેમજ સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
વધુમાં અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અકસ્માત બાદ મૃતક યુવાનના મૃતદેહને પોલીસ કે સંબંધિત અધિકારીઓને જાણ કર્યા વિના કંપનીના કર્મચારીઓ દ્વારા ખુલ્લી બોલેરો પીકઅપમાં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતની પણ નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામાં આવી છે.હર્ષદસિંહ ઝાલાએ અરજીમાં કંપનીના જવાબદાર અધિકારીઓ અને માલિકો સામે ભારતીય ન્યાય સંહિતા ()ની કલમ ૧૦૫ તથા ૧૦૬(૧) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
આ ઉપરાંત આ અરજીની નકલ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને રાજકોટ રેન્જ આઈ.જી.ને પણ મોકલી આપવામાં આવી છે. શ્રમિકના પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.હવે સવાલ એ છે કે યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં થયેલી આ દુર્ઘટનાની તપાસમાં શ્રમિકોની સુરક્ષા માટેના નિયમોનું પાલન થયું હતું કે કેમ? જો ફેક્ટરી સંચાલકોની બેદરકારી સામે આવે તો જવાબદારો સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?

