તબીબ તપાસનીશ, પીડિતાની જુબાની અને સરકારી વકીલ મુકેશ પીપળીયાની દલીલ ગ્રાહ્ય રાખી જજ આઈ.બી. પઠાણનો ધાક બેસાડતો આપ્યો ચુકાદો
Rajkot તા.૩૦ઃ
Rajkot ગ્રામ્ય પંથકમા રહી અને પેટીયુ રળતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની માસુમ પુત્રીને બોર ખાવાના બહાને લઈ જઈ હવસનો શિકાર બનાવવાના ગુનાનો પાંચ વર્ષ પૂર્વેના પૂર્વેના બનાવનો કેસ ચાલી જતા અદાલતે રામદેવ ઉર્ફે રામલાલ બાબુલાલ ઉર્ફે બાબુજી ભીલને કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી આજીવન કેદની સખત સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. અદાલતના ધાક બેસાડતા ચુકાદાથી ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના વતની અને હાલ રાજકોટ તાલુકાના બારવણ ગામની સીમમાં રહી અને મજૂરી કામ કરતા રામદેવ ઉર્ફે રામલાલ બાબુલાલ ઉર્ફે બાબુજી ભીલની છ વર્ષની માસુમ પુત્રી વાડીએ રમતી હતી ત્યારે તેને બોર ખાવાનું કહી તેણીને લઈ જઈ દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૧૧-૨-૨૦૨૧ નારોજ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી રામદેવ ઉર્ફે રામલાલ બાબુલાલ ઉર્ફે બાબુજી ભીલ ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્ય હતો.અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી.
ત્યારબાદ કેસ પોકસો અદાલતમાં શરૂ થતા પ્રોસિકયુશન દ્વારા આ કેસના ફરિયાદીની સોગંદ ઉપરન જુબાની લેવામાં આવેલી તેમજ ભોગબનનાર સગીર બાળકી ઉંમર વર્ષ ૬ વાળીની જુબાની પોક્સો કોર્ટમાં આવેલ વનરેબલ વીટનેસ ડિપોઝીશન સેન્ટરમાં લેવામાં આવેલી તેણીએ તેની જુબાનીમાં એવું જણાવેલું કે આરોપી રામદેવ ઉર્ફે રામલાલે તેણીને બોર ખાવાના બહાને લઈ જઈ તેણીની ઉપર જબરજસ્તી કરી દુષ્કર્મ આચરેલ તેમજ ભોગબનનાર સગીર બાળકીએ આરોપીને કોર્ટમાં ઓળખી બતાવેલ અને જણાવેલ કે આ આરોપીએ તેણીની ઉપર દુષ્કર્મ આચરેલ છે તેમજ પ્રોસિકયુશન દ્વારા આ કેસમાં ડોક્ટર ની જુબાની લેવામાં આવેલી તથા સગીર બાળકીનું જન્મનું પ્રમાણપત્ર આપનાર અધિકારીની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીની સોગંદ ઉપર કોર્ટમાં જુબાની લેવામાં આવેલી તેમજ પ્રોસિકયુશન દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ રાખવામાં આવેલા
જેમાં ફરિયાદ મેડિકલ સર્ટિફિકેટ ભોગબનનાર સગીર બાળકીના જન્મનો દાખલો એફએસએલ નો પરીક્ષણ અહેવાલ પંચનામાઓ વિગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવેલા તેમજ સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા દ્વારા દલીલ કરવામાં આવેલ કે આરોપી સામે ૬ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કર્યા નો કેસ પ્રોસિકયુશને નિસંક પુરવાર કરેલ હોય અને ભોગ બનનાર બાળકીની ઉંમર માત્ર ૬ વર્ષની હોય એફએસએલના પરીક્ષણ અહેવાલમાં બાળકીના કપડા ઉપર તેમજ પ્રાઇવેટ પાટ્ર્સ ઉપર આરોપીનું સિમેન આવેલું હોય જેનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય
તેથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ની દ્રષ્ટિએ પણ આરોપી સામે ગુનો પુરવાર થતો હોય અને ફરિયાદીની જુબાની તથા સગીર બાળકીની જુબાની તથા દસ્તાવેજી પુરાવા લીસ્ટથી પ્રોસિક્યુશને તેમનો કેસ સાબિત કર્યો હોય આરોપીને તકસીરવાન ઠરાવી કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવા દલીલ કરેલી તે રજૂઆત તથા દલીલોને ધ્યાને લઈ પોક્સો કોર્ટના સેશન્સ જજ આઈ. બી. પઠાણ આરોપી રામદેવ ઉર્ફે રામલાલ બાબુલાલ ઉર્ફે બાબુજી ભીલને કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી આજીવન કેદની સખત સજા ફટકારેલ છે આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

