નોકરી ન મળતા પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ
Rajkot તા.૩૦ઃ
શહેરના ગંજીવાડા મેઈન રોડ પર રહેતા ૧૮ વર્ષીય યુવકે ગઈ કાલે એસિડ પી જતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા થોરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે યુવકે નોકરી ન મળતા આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે
આ અંગે મળતી માહિતી મુજબ શહેર દિવસે અને દિવસે આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ચુનારાવાડ ચોક નજીક ગંજીવાડા મેઈન રોડ પર દલીત ચોક નજીક રહેતા પૃથ્વીભાઈ વિનોદભાઈ વાઘેલા ઉંમર ૧૮ વર્ષીય યુવકે ગઈ કાલે પોતાના ઘરે એસિડ પી જતા તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ઘટનાંની જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો આ અંગે યુવકના પિતાએ જણાવેલ યુવક પહેલા નોકરી કરતો જ્યાં પગ દુખાવો થતા રજા મૂકતા નોકરી માંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને નોકરી શોધ કરતો હતો જેમાં કારણે ટેન્શન હોવાથી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે હાલ થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

