શાસ્ત્રી રાજદીપ જોશી
તા ૧ નવેમ્બર રવિવાર આસો વદ સાતમ ના દિવસે સવારે સૂર્યોદય થી આખો દિવસ રાત્રી રવિપુષ્યામૃત યોગ છે તથા આ દિવસે આરોગ્ય અને આત્મબળ વધારનાર ભાનુ સપ્તમી પણ છે આમ Ravi Pushyamrut Yoga અને ભાનુ સપ્તમી નો શુભ સંગમ છે જે ઘણા વર્ષો પછી જેનો લાભ મળશે આ દિવસે સવારે વહેલા ઉઠી નીત્ય કર્મ કરી અને સૂર્ય ને અર્ધ્ય આપવું ત્યાર બાદ પુજા કરવી અને ‘‘ૐ હ્રીં સૂર્યાય નમઃ‘‘ મંત્ર ની ૧ અથવા ૩ માળા કરવી આખો દિવસ ઉપવાસ રહેવો આમ ભાનુ સપ્તમી નું વ્રત કરવુ ભાનુ સપ્તમીની સૂર્યસપ્તમી પણ કહેવામાં આવે છે ભાનુ સપ્તમી નું વ્રત કરવાથી આરોગ્ય બળ વધે છે અને આત્મબળ પણ વધે છે
રવિપુષ્યામૃતયોગ – સૂર્ય ગ્રહોનો રાજા છે અને પુષ્ય નક્ષત્ર નક્ષત્રના રાજા છે આ પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે પરંતુ પુષ્ય નક્ષત્રની દરેક વસ્તુના પુજા તને વસ્તુ ના શુભ ગુણ વધારવાના ગુણ છે આથી પુષ્ય નક્ષત્રને શુભ ગણવામાં આવે છે આમ રવિપુષ્યામૃત યોગ ગણાય છે જો રવિવાર અને પુષ્ય નક્ષત્ર હોય તો રવિપુષ્યામૃતયોગ અને ગુરુવાર અને પુષ્ય નક્ષત્ર હોય તો ગુરુપુષ્યામૃતયોગ કહેવાય છે જોકે રવિપુષ્યમૃતયોગ બહુ ઓછો આવે છે આથી મહત્વનો ગણાય છે
આ યોગના દિવસે ગુરૂ મંત્રના જપ કરવા શ્રીસુક્તના પાઠ કરવા શ્રીયંત્ર પુજા કરવી સોનાચાંદીની ખરીદી કરવી નવા વ્યાપારની શરૂઆત કરવી મુહુર્ત કરવું કળશ પધરાવો નવગ્રહ શાંતિ હવન કરવો તથા જમીન-મકાન-વાહન તથા પુજાનો સામાન જીવનઉપયોગી વસ્તુની ખરીદી કરવી ઔષધી સેવન કરવું શુભ અને ઉત્તમ રહેશે વ્યાપારની વિગત લખવા માટે ચોપડાની ખરીદી કરવી શુભ અને ઉત્તમ રહેશે
રવિપુષ્યમૃત યોગના શુભ સમયની યાદી
સવારના ચોઘડિયા ચલ, ૦૮-૧૪ થી ૯.૪૧,લાભ ૯.૪૧ થી ૧૧.૦૬ ,અમૃત ૧૧.૦૬ થી ૧૨.૩૦
બપોરના ચોઘડિયા શુભ ૦૧-૫૬ થી ૦૩-૨૨ સુધી
રાત્રીના ચોઘડિયા શુભ, અમૃત, ચલ ૦૬-૪૭ થી ૧૦-૫૬
અભિજીત મુહૂર્ત બપોરે ૧૨-૦૮ થી ૧૨-૫૪

