Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    • ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી
    • Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
    • Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે
    • કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ
    • વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1
    • San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી
    • Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»India-Bangladesh series માં રોહિત, વિરાટ અને અશ્વિન પાસે સુવર્ણ તક, બની શકે છે આ 5 રેકૉર્ડ
    ખેલ જગત

    India-Bangladesh series માં રોહિત, વિરાટ અને અશ્વિન પાસે સુવર્ણ તક, બની શકે છે આ 5 રેકૉર્ડ

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10

     ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં થશે. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે થયેલી મેચોમાં ભારતીય ટીમનું પલડું ભારે રહ્યું છે. બંને દેશોની વચ્ચે કુલ 13 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારતે 11 માં જીત મેળવી છે. જ્યારે બે મેચ ડ્રો રહી.

    આ રેકોર્ડ છતાં રોહિત શર્માની અધ્યક્ષતાવાળી ભારતીય ટીમ બાંગ્લાદેશને હળવાશમાં લઈ શકે નહીં. તાજેતરમાં જ બાંગ્લાદેશે પાકિસ્તાનને તેના ઘરમાં 2-0થી હરાવ્યું હતું. પહેલી વખત બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી હતી. ભારત-બાંગ્લાદેશ સિરીઝમાં અમુક મોટા રેકોર્ડ્સ પણ બની શકે છે.

    સચિન-દ્રવિડ-ગાવસ્કરના ક્લબમાં વિરાટની એન્ટ્રી

    સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં એક નવી મંજિલ મેળવવાની નજીક છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં કિંગ કોહલી જો 152 રન બનાવી દે છે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9,000 રન પૂરા કરી દેશે. વિરાટ એવો ચોથો ભારતીય બેટ્સમેન હશે જે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 9 હજારનો આંકડો ટચ કરશે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર જ આવું કરી શક્યા છે. વિરાટના નામે હાલ 113 ટેસ્ટ મેચમાં 49.15ની એવરેજથી 8848 રન છે. આ દરમિયાન તેણે 29 સદી અને 30 અડધી સદી ફટકારી છે.

    હિટમેનના નિશાને સહેવાગનો રેકોર્ડ

    ભારતીય કેપ્ટન રોહિત શર્મા વધુ એક રેકોર્ડ બનાવવાના નજીક છે. જો રોહિત બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં કુલ 7 સિક્સર મારે છે તો તે મહાન ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડી દેશે. જોકે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ સહેવાગના જ નામે છે, જેણે ભારત માટે 103 ટેસ્ટ મેચમાં 90 સિક્સર મારી. રોહિત શર્માએ અત્યાર સુધી 54 ટેસ્ટ મેચમાં 84 સિક્સર મારી છે.

    બ્રેડમેનને પણ પાછળ છોડી શકે છે વિરાટ કોહલી

    વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 9 મહિનાના લાંબા બ્રેક બાદ વાપસી કરવા જઈ રહ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ જ્યારે વિરાટ રમવા ઉતરશે તો તેની નજર ડોન બ્રેડમેનના રેકોર્ડ પર હશે. વિરાટના નામે હાલ 29 ટેસ્ટ સદી છે, તે બ્રેડમેનને પાછળ છોડવા માત્ર એક સદીથી દૂર છે. જો વિરાટ બાંગ્લાદેશ વિરુદ્ધ એક સદી ફટકારે છે. તો તે બ્રેડમેનના 29 સદીનો રેકોર્ડ તોડી દેશે. ટેસ્ટમાં સર્વાધિક સદી સચિન તેંડુલકરે (51) ફટકારી છે.

    અશ્વિનની પાસે ઝહીરનો રેકોર્ડ તોડવાની તક

    ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનનો એક રેકોર્ડ તોડી શકે છે. જોકે ઝહીર ભારત-બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ઝહીરે 7 ટેસ્ટ મેચમાં 31 વિકેટ લીધી હતી. અશ્વિન અત્યાર સુધી બાંગ્લાદેશ વિરુદ્ધ 6 ટેસ્ટ મેચમાં 23 વિકેટ લઈ ચૂક્યો છે. અશ્વિન આગામી સિરીઝમાં 9 વિકેટ લઈ લે છે તો તે ભારત-બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.

    પૂજારા-દ્રવિડને આ મુદ્દે પછાડી શકે છે વિરાટ

    વિરાટ કોહલી આ ટેસ્ટ સિરીઝમાં 32 રન બનાવતાં જ ચેતેશ્વર પૂજારાને એક મામલે પાછળ છોડી દેશે. પૂજારા હાલ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. પૂજારાએ બાંગ્લાદેશ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચમાં 468 રન બનાવ્યા. વિરાટના નામે 6 ટેસ્ટ મેચમાં 437 રન નોંધાયા છે. કોહલીની પાસે રાહુલ દ્રવિડથી પણ આગળ નીકળવાની તક રહેશે, જેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ 7 ટેસ્ટ મેચોમાં 560 રન બનાવ્યા હતાં. દ્રવિડને પછાડવા માટે કોહલીએ 124 રન બનાવવા પડશે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 820 રનની સાથે આ મામલે ટોપ પર છે.

    પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાજ ખાન, રિષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.

    Ravichandran-Ashwin Record rohit-sharma Virat-Kohli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025
    ખેલ જગત

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025
    ખેલ જગત

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025
    ખેલ જગત

    Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો

    June 16, 2025
    ખેલ જગત

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    ખેલ જગત

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.