Taipei, તા.૨
વિશ્વભરમાં એઆઈની વધતી જતી માંગ હવે માત્ર ટેકનોલોજી કંપનીઓની આવક જ નહીં, પરંતુ દેશોના અર્થતંત્રને પણ નવી ગતિ આપી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ તાઇવાન બન્યું છે.એઆઈ માટે જરૂરી મોર્ડન Semiconductor chipની વધતી માંગને કારણે તાઇવાન ૨૦૨૬માં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બન્યું છે.
તાઇવાને જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૬ના ત્રિમાસિક ગાળામાં ૧૪.૩૬ ટકાની વૃદ્ધિ નોંધાવી છે.તાઇવાનની જીડીપીમાં વર્ષ૨૦૨૫માં ૮.૭૬ ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ, ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૫.૪૩ ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં ૧૨.૯૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.૨૦૨૬ના પહેલા નવ મહિનામાં અર્થતંત્રનો વિકાસદર ૧૪.૨૨ ટકા રહ્યો છે. તાઇવાનના આંકડા દર્શાવે છે કે એઆઈ સેક્ટરમાં થઈ રહેલું જંગી રોકાણ દેશની આર્થિક પ્રગતિનું મુખ્ય કારણ રહ્યું છે.
દેશના વિકાસમાં તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીની મહત્ત્વની ભૂમિકા છે. ્જીસ્ઝ્ર વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદક કંપની છે.એનવીડિયા જેવી અગ્રણી ટેકનોલોજી કંપનીઓને એઆઈ માટે જરૂરી અદ્યતન ચિપનો પુરવઠો કરવામાં ્જીસ્ઝ્ર મહત્ત્વનું સ્થાન ધરાવે છે., તાઇવાનની જીડીપીમાં ્જીસ્ઝ્ર નું યોગદાન ૮.૯ ટકા હતું. ૨૦૨૬માં કંપનીની ચોખ્ખી આવક ૧૭૫ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં ૪૩ ટકા વધુ છે.

