Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ
    • Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો
    • Rajkot: લીસ્ટેડ બુટલેગર બાબર ઉર્ફે સલીમ પાસા હેઠળ અટકાયત
    • Rajkotના ટ્રાન્સપોર્ટરના ગોડાઉનમાંથી રૂ.૫૧.૪૦ લાખની કર્મચારીઓ ચોરી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Diwali દીવડાંના અજવાળે ઝળહળતો લાગણીઓનો મહોત્સવ
    લેખ

    Diwali દીવડાંના અજવાળે ઝળહળતો લાગણીઓનો મહોત્સવ

    Vikram RavalBy Vikram RavalNovember 3, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્વેતા પટેલ-અમદાવાદ

    ‘‘દીવડાં તો દર વર્ષે પ્રગટે છે આંગણે,  પણ દિવાળી ત્યારે જ આવે છે, જ્યારે અજવાળું પ્રગટે છે અંતરમાં.’’

    ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું આગવું મહત્ત્વ છે, પરંતુ આ તમામ તહેવારોમાં દિવાળીનું સ્થાન કંઈક વિશેષ છે. કદાચ એટલે જ દિવાળીને તહેવારોનો રાજા કહેવામાં આવે છે. દિવાળી માત્ર એક દિવસનો તહેવાર નથી, પરંતુ લાગણીઓ, લોકપરંપરાઓ, ધાર્મિક આસ્થા, પારિવારિક મિલન અને સામાજિક એકતાને જોડતો પાંચ દિવસીય મહોત્સવ છે. આ પર્વના આગમન સાથે જ વાતાવરણમાં એક અનોખી ચેતના પ્રસરી જાય છે. ઘરની સાફસફાઈથી લઈને રંગોળીની રંગીન ભાત, બજારોની રોનકથી લઈને મીઠાઈઓની મીઠાશ અને દીવડાંના ઝગમગાટથી લઈને સ્નેહભર્યા સંબંધોની હૂંફ સુધી, બધું જ દિવાળીના રંગે રંગાઈ જાય છે.

    Diwaliના પર્વ સાથે અનેક પૌરાણિક કથાઓ અને માન્યતાઓ જોડાયેલી છે. માન્યતા અનુસાર ચૌદ વર્ષના વનવાસ અને રાવણ પર વિજય મેળવી ભગવાન શ્રીરામ અયોધ્યા પરત ફર્યા ત્યારે નગરજનોએ દીવડાં પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગને યાદ કરીને દિવાળીએ દીપ પ્રગટાવવાની પરંપરા પ્રચલિત બની. બીજી તરફ, સમુદ્રમંથન દરમિયાન માતા લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હોવાની માન્યતા પણ આ પર્વને સમૃદ્ધિ અને સુખાકારી સાથે જોડે છે. આમ, દિવાળીનો પ્રકાશ માત્ર દીવડાંનો પ્રકાશ નથી, પરંતુ ધર્મ, ન્યાય, સમૃદ્ધિ અને સદભાવનાનો સંદેશ છે.

    દિવાળીના પાંચ દિવસોનું પોતપોતાનું આગવું મહત્ત્વ છે. ધનતેરસથી આ પર્વનો પ્રારંભ થાય છે. આ દિવસે ધન્વંતરિ દેવ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ કાળી ચૌદશ આવે છે, જે નકારાત્મકતા અને દુષ્ટતાના નાશનું પ્રતીક છે. અમાસની રાત્રે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. ઘરઆંગણે દીવડાં પ્રગટાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ બેસતું વર્ષ આવે છે, જે નવા વર્ષની નવી આશાઓ અને સંકલ્પોનું પ્રતીક છે. ગુજરાતમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. લોકો એકબીજાને સાલમુબારક પાઠવીને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે. ભાઈબીજના દિવસે ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીના પવિત્ર સંબંધની ઉજવણી થાય છે.

    દિવાળી આવે એટલે ઘરના દરેક ખૂણામાં ઉત્સવની સુગંધ પ્રસરી જાય. કેટલાય દિવસો અગાઉથી ઘરની સાફસફાઈ, રંગરોગાન અને સુશોભનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આંગણે રંગોળી પૂરાય છે, બારણે તોરણ બંધાય છે અને ઉંબરા પર દીવડાંની હારમાળા શોભે છે. બજારોમાં ખરીદીની ભીડ, મીઠાઈની દુકાનોમાં અવનવી વાનગીઓની મહેક, નવા વસ્ત્રોની ચમક અને બાળકોના ચહેરા પરનો ઉત્સાહ દિવાળીના આગમનને વધુ રંગીન બનાવે છે.

    ગુજરાતમાં દિવાળીની ઉજવણીમાં પ્રાદેશિક સંસ્કૃતિ અને પરંપરાનો સુંદર સમન્વય જોવા મળે છે. સુરતની મીઠાઈઓ, ઘારી, ચોરાફળી, ફરસાણ અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તહેવારની મીઠાશ વધારે છે. સૌરાષ્ટ્રની લોકપરંપરાઓ, કચ્છની કળાત્મક રંગોળીઓ અને ઉત્તર ગુજરાતની પારિવારિક ઉજવણીમાં ગુજરાતની સંસ્કૃતિનાં અનેક રંગો ખીલી ઊઠે છે. દિવાળી એ માત્ર ધન કે વૈભવના પ્રદર્શનનો અવસર નથી, પરંતુ સાથે બેસીને જમવાનો, જૂનાં મનદુઃખ ભૂલી જવાનો અને સંબંધોમાં નવી ઉષ્મા ઉમેરવાનો અવસર છે.

    અંધકારને હરાવવાની જીદ એટલે દિવાળી,
    મનના ખૂણે આશાનો દીપ પ્રગટાવવાની રીત એટલે દિવાળી.
    સંબંધોમાં સ્નેહની સુવાસ ભરી દેતી,
    જીવનને ખુશીઓના રંગે રંગી દેતી પ્રીત એટલે દિવાળી.’’

    આધુનિક સમયમાં દિવાળીની ઉજવણીનું સ્વરૂપ બદલાયું છે. ઇલેક્ટ્રિક લાઇટ્‌સ અને આકર્ષક સજાવટની વચ્ચે માટીના દીવડાંનું મહત્ત્વ ક્યાંક ઓછું થતું જાય છે. ફટાકડાના ઘોંઘાટ અને પ્રદૂષણ વચ્ચે દિવાળીના મૂળ સંદેશને જાળવી રાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. પર્યાવરણને અનુકૂળ દિવાળી, સ્વદેશી વસ્તુઓની ખરીદી, જરૂરિયાતમંદોને મદદ અને વૃદ્ધો તથા એકલવાયા લોકો સાથે આનંદ વહેંચવો એ પણ આ પર્વની સાચી ઉજવણી બની શકે છે.

    દિવાળી આપણને એક સુંદર જીવનસંદેશ આપે છે કે અંધકાર ગમે તેટલો ગાઢ હોય, એક નાનકડો દીવો પણ તેને પડકારવા માટે પૂરતો છે. જીવનમાં મુશ્કેલીઓ આવે, સંબંધોમાં અંતર વધે કે આશાઓ ઝાંખી પડે, ત્યારે મનમાં આશાનો એક દીપ પ્રગટાવી રાખવો જોઈએ.

    ખરેખર, દિવાળી એટલે દીવડાંની હારમાળા કરતાંય લાગણીઓની હારમાળા, મીઠાઈની મીઠાશ કરતાંય સંબંધોની મીઠાશ અને ઘરની રોશની કરતાંય અંતરના અજવાળાનો ઉત્સવ. આ પર્વ આપણાં જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્નેહનો પ્રકાશ પાથરે, દરેક હૃદયમાં માનવતાનો દીપ પ્રગટાવે અને દરેક ઘરમાં આનંદની રંગોળી પૂરાય, એવી શુભકામના.

    ‘‘એક દીવો શ્રદ્ધાનો, એક દીવો વિશ્વાસનો પ્રગટાવીએ,
    ચાલો, આ દિવાળીએ બીજાના જીવનમાં પણ અજવાળું પાથરીએ.’’

    કારણ કે દિવાળી ત્યારે જ સાચા અર્થમાં ઉજવાય છે, જ્યારે આપણા ઘરની સાથે કોઈના જીવનમાં પણ અજવાળું પથરાય.

    Diwali
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: પોલીસમાં ફરજ બીજાવતા જીબીએસની બીમારીથી સારવાર દરમિયાન મૃત્યુ
    Next Article Rajkot: દિવાળી કાર્નિવલ અંતર્ગતના કાર્યક્રમમાં બોકસ ઘટયા-કલાકારો વધ્યા ધસારો જોઇ મેયરે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવા સૂચના આપી
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Garuda Purana અનુસાર મનુષ્ય યોનિ અને કર્મફળનું રહસ્ય

    November 1, 2026
    લેખ

    Sardar Vallabhbhai Patel જન્મજયંતી વિશેષ

    October 30, 2026
    લેખ

    Planet Jupiterનો સિંહ રાશિમા પ્રવેશ, ૧૨ રાશિનું ફળ

    October 30, 2026
    લેખ

    Diwali પહેલાંનું અજવાળું આશા, આનંદ અને આત્મીયતાનો ઉત્સવ

    October 29, 2026
    લેખ

    Karwa Chauth: વ્રતનું માહાત્મ્ય-પૌરાણિક કથા અને શાસ્ત્રોક્ત મહત્વ

    October 28, 2026
    ટેક્નોલોજી

    Gen Z Solo Travel Guide: ૨૦૨૭માં સોલો ટ્રાવેલ કે બેકપેકિંગ માટે બેસ્ટ ગેજેટ્સ અને એપ્સ

    October 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,880
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹174,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 22:33
    Categories
    Latest News

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026

    Rajkot સહીત રાજયની જેલ, ડીજીપી ઓફિસને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

    November 3, 2026

    Rajkot: રૂ. ૧.૪૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેલડી ઝડપાઈ

    November 3, 2026

    Upletaમાંથી રૂ. ૧.૯૦ લાખના ગાંજા સાથે ઇમરાન ઉર્ફે જાવલો ઝડપાયો

    November 3, 2026
    Search
    Main News

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Crude Oilના ઘટાડા અને FIIની ખરીદીથી બજારમાં તેજીનો નવો ઉત્સાહ…!!!

    November 3, 2026

    આજનું પંચાંગ

    November 3, 2026

    આજનું રાશિફળ

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.