Hyderabad, તા.૫
તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી અને હૃદયકંપાવી મૂકે તેવી હત્યાની ભયાનક ઘટના સામે આવી છે. મહબૂબનગર મંડલના ઓબુલાય્યાપલ્લી ગામની રહેવાસી ૨૮ વર્ષીય સુનીતા નામની મહિલાની તેના જ સાસરિયાંઓ દ્વારા જમીન વિવાદમાં નિર્મમ રીતે ગળું વાઢીને હત્યા કરવામાં આવી છે. આ ક્રૂર હત્યાકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો અને અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગતો અનુસાર, સોમવારે બપોરે જ્યારે સુનીતા ચિન્થલ થાંડામાં આવેલા પોતાના ખેતર તરફ જઈ રહી હતી, ત્યારે તેના સસરા માણિક્યા નાઈક, દિયર માન્યા નાઈક, પાંડુ નાઈક તથા પાંડુની પત્ની પાર્વતીએ તેને રસ્તામાં જ આંતરી લીધી હતી. સાસરિયાંઓએ આવેશમાં આવીને સુનીતાના ગળામાં કપડું બાંધી તેને ઢસડીને પોતાના ઘરે લઈ ગયા હતા. ત્યાં તેના પર તીક્ષ્ણ છરી વડે હુમલો કરી તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.ઘટનાની જાણ થતાં જ કોઈલકોન્ડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહબૂબનગરની સરકારી જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ભયાનક હત્યા પાછળ ૧.૫ એકર જમીનનો લાંબા સમયથી ચાલતો વિવાદ જવાબદાર છે. સુનીતાના લગ્ન ૧૨ વર્ષ પહેલાં ચિન્થલ થાંડાના બલરામ સાથે થયા હતા અને તેમને બે પુત્રીઓ છે. બલરામ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હોવાથી દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.એક વર્ષ પહેલાં ગામના વડીલોએ સમાધાન કરાવીને સુનીતા અને તેની બંને પુત્રીઓના ભવિષ્યની સુરક્ષા માટે બલરામના નામે રહેલી ૧.૫ એકર જમીન સુનીતાના નામે ટ્રાન્સફર કરાવી હતી. જોકે, બલરામના મોટા ભાઈઓ પાંડુ નાઈક અને માન્યા નાઈક આ નિર્ણયથી ભારે નારાજ હતા અને સતત જમીન પોતાના નામે કરવા સુનીતા પર દબાણ કરતા હતા.સાસરિયાંના અસહ્ય ત્રાસથી કંટાળીને સુનીતા પિયર જતી રહી હતી, પરંતુ થોડા સમય પહેલાં તેના માતા-પિતાએ ચિન્થલ થાંડામાં ઘર બનાવી આપતાં તે તેની પુત્રીઓ સાથે ત્યાં રહેવા આવી હતી. સાસરિયાંઓ તેને જમીન જતી કરી ગામ છોડી જવાની ધમકી આપતા હતા અને આખરે તેમણે આ દર્દનાક હત્યાકાંડને અંજામ આપ્યો હતો.કોઈલકોન્ડા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એ. નાગરાજુએ જણાવ્યું કે, સુનીતાના પિતા વાલ્યા નાઈકની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૧૦૧ અને ૧૦૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે.

