New Delhi, તા.૫
અમદાવાદીઓને દિવાળી પહેલા જ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અદાણીએ સીએનજીના ભાવમાં માત્ર ૧૪ દિવસના ગાળામાં જ બીજો મોટો વધારે ઝીંકી દીધો છે. આ વખતે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.૨.૩૦નો વધારો ઝીંકવામાં આવતા સીએનજીના નવા ભાવ રૂ.૧૦૦.૭૭ ને વટાવી ગયો છે.ઉલ્લેખનીય છે કે અગાઉ અદાણીએ ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ એકઝાટકે ૪ રૂપિયાથી વધુનો વધારો ઝીંકતા સીએનજી પ્રતિ કિલોએ રૂ.૯૮.૪૭ એ પહોંચી ગયો હતો. આ સાથે તહેવાર ટાણે જ હવે લોકોના ખિસ્સા પર મોટી કાતર ફરશે. ટેક્સી-રિક્ષાના ભાડા આકાશ આંબી શકે છે. વાહનચાલકોની સાથે સાથે મુસાફરોને પણ આ ભાવ વધારો નડશે એ નક્કી છે.અગાઉ ૧ ઓગસ્ટના રોજ સીએનજીના ભાવમાં ૪ રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં પણ સીએનજીના ભાવમાં ૪ રૂપિયાનો એકઝાટકે વધારો કરાયો હતો અને હવે સીધો ૨.૩૦ રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો આવતા ત્રણ મહિનામાં જ સીએનજીના ભાવ આકાશ આંબી ગયા છે અને ૧૦૦ને પાર જતા રહ્યા છે.

